આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભાવનગર હાઇકોર્ટના પટ્ટાગંણમાં ભાવનગરના ચોથા એડીશનલ સેશન્સ જજ એ.બી. ભોજકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિધ્વાન જજ ઝેડ.વી. ત્રિવેદી, મન્સુરી, ક્રિશ્ચન, કંસારા, ચાવડા, સહિતના જજ તથા ભાવનગર બાર એસોસીએશનના હિતેશભાઇ શાહ, ક્રિમીનલ બાર એસો. ના પ્રમુખ શિવુભા ગોહિલ, મંત્રી નિકુંજ મહેતા, અલ્પેશ વ્યાસ, બારના પૂર્વ પ્રમુખ સંજયભાઇ ત્રિવેદી, સિનીયર એડવોકેટ સલીમ કાદરી, નલિન બેન જાડેજા, નિખીલ ભટ્ટ, સહિતના વકિલો, કોર્ટમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ, સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ ભારતના બંધારણનું આમુખ વાંચન કર્યું હતું.