આડોડીયાવાસ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૯૦ કિ.રૂ. ૨૭,૦૦૦/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

661

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ.ભાવનગર ટીમ સીટી વિસ્તારમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર આડોડીયા વાસમાં રહેતા હિતેષ ઉર્ફે ભીખુ ગજાનંદભાઇ રાઠોડ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા કુલ બોટલ નંગ-૯૦ કી.રૂ. ૨૭,૦૦૦/-નો માદામાલ મળી આવતા તેના વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ ૧૧૬બી, મુજબ નો ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથારાજપાલસિંહ સરવૈયા પો.કો. કુલદિપસિંહ ગોહિલ તથા મહૈન્દ્રભાઇ ચૈાહાણ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleનારી ચોકડી પાસે અમુલ દૂધના ટ્રકમાં અચાનક આગ લાગી
Next articleભાવનગર જીલ્લાની તથા બહારના જીલ્લાની મળી કુલ ૨૦ ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરી બે ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર