ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરના સ્ટાફનાં માણસો પોલીસ ઇન્સસ. સા.ની સુચના મુજબ પાલીતાણા ડિવીજન વિસ્તારમાં ઘરફોડ ચોરીના અન ડિટેક્ટ ગુન્હાના શકદારોની તપાસમા સિહોર ટાણા ચોકડીએ પહોચતા બાતમી રાહે હકીકત મળેલ કે પાલીતાણાના બે દેવી પુજક શખ્સો જે અગાવ ઘરફોડ ચોરીના ગુન્હામા પકડાયેલ ચુકેલ છે તેના કબ્જામા ચોરાવ સોના ચાંદીના ઘરેણા રાખેલ છે. અને જેની પાસે મોટર સાયકલ બજાજ ડિસ્કવર ગાડી વજેના જેના રજી.નં GJ04 DG 1137 છે.તે આ મોટર સાયકલ સાથે બન્ને ઇસમો સિહોર મેઘવદર રોડે ધારનાથ રોડે,દે.પુ. વાસ પાસે ઉભેલ છે. તેવી હકીકત મળતા તુરત જ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ પહોચતા ઉપરોકત નંબર વાળુ મોટર સાયકલ સાથે બે શખ્સો મળી આવતા જેઓની પુછપરછ કરતા બન્ને પાલીતાણાના દે.પુ. શખ્સો હોય અને અગાવ ઘરફોડ ચોરીમા પકડાય ગયેલ હોવાનુ જણાવતા હોય જેથી તેના નામ સરનામા પુછતા (૧) ભારતભાઇ ભરતભાઇ પરમાર જાતે દે.પુ. ઉવ.૨૬ રહે.હાથીયાધાર,દેપુવાસ,પાલીતાણા જી.ભાવનગર (ર) વનરાજભાઇ ભારતભાઇ પરમાર/દે.પુ. ઉવ.૨૩રહે.હાથીયાધાર,દેપુવાસ,પાલીતાણા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ. તેઓના કબ્જા માથી સોનાની વીટી નંગ-ર કી.રૂ. ૧૨,૦૦૦/ તથા સોનાના બુટીયા જોડ-૧ કી.રૂ.૧૫,૮૦૦/- તથા મોટર સાયકલ બજાજ ડિસ્કવર ગાડી જેની કિ. રૂ. ૨૦,૦૦૦/- તથા POCO કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/ ચાંદીના કડલા જોડ-૧ કી.રૂ. ૩૮૦/- ચાંદીના છડા જોડ-૧ કી.રૂ. ૧૦૭૦/- મળી આવેલ. કુલ કિ.રૂ. ૧૪૫૦/- કુલ કિ. રૂ. ૫૯,૧૫૦/-નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસના કામે કબ્જે કરેલ
બાદ આ બન્ને આરોપીઓ અગાવ ઘરફોડમા સંડોવાયેલ ચુકેલ હોય જેથી અલગ અલગ બન્નેની યુક્તિ-પ્રયુક્તિથી પુછ-પરછ કરતા બન્ને આરોપીઓ તથા ચકુબેન દે.પુ. ત્રણેય ભેગા મળી ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામમા જેસર, સિહોર, ઘોઘા ,તળાજા ,ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારોના ગામડાઓમાં તેમજ દેવ-ભુમિ દ્વારકા તથા અમદાવાદ રૂરલના બાવળીયારી,ઉના,પોરબંદરમા છેલ્લા ત્રણ વર્ષમા ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરતા રેકર્ડ પર તપાસ કરતા ભાવનગર જિલ્લામા નિચે મુજબના પોસ્ટેમા ગુન્હા દાખલ થયાનુ જણાય આવેલ છે.
(૧) પાલીતાણા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૨૪/૨૦૧૬ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૨) સિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૧૭/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૩) સિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૮૭/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૩૭૯,૫૧૧
(૪) સિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૧૬/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૫) જેસર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૩૧/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૬) જેસર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૩૩/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૭) જેસર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૧૧/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૫૪,૩૮૦
(૮) ગારીયાધાર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૩૮/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૪૭,૩૭૯
.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હે.કો. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દૃ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયા તથા સાગરભાઇ જોગદીયા પો.કો. કુલદિપસિંહ ગોહિલ શકિતસિંહ સરવૈયા ડ્રા.પો..કો. હારિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.