ગુરૂદેવ ટ્રાવેલ્સ લકઝરી બસ માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ.૭૨ કિ.રૂ.૩૭૪૪૦/- એમ મળી કુલ ૧૦,૪૭,૮૪૦/- નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાઘાર પોલીસ.

1174

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જનાઓ એ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્રારા પ્રોહિ/ જુગાર બંદિ નેસ-નાબુદ સારુ તા.૨૮/૦૧/૨૦૨૦ સુધી આપેલ ડ્રાઇવ અનુસંધાને પાલીતાણા ડિવીજન ના ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક સાહેબ શ્રી ની સુચના મુજબ ગારીયાધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ કે.એચ.ચૌધરી સા.ના માર્ગદર્શન મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.કોન્સ ભગવાનભાઇ સાંબડ તથા શૈલેષભાઇ ચાવડાને અંગત બાતમીદાર મારફત બાતમી રાહે હકીકત મળેલ કે એક સુરત થી આવતી ગુરુદેવ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લક્ઝરી બસ રજી. નંબર GJ-14-X-8811 માં ગારીયાધાર તાબેનાં ભમ્મરીયા ગામનો મેહુલભાઇ કાળુભાઇ આહિર તથા તેની સાથે એક બીજો મોટા ઉમરડા ગામનો માણસ તથા લક્ઝરી બસનો ડ્રાઇવર તથા કંડક્ટર એ રીતેનાં ચારેય માણસો લક્ઝરી બસમા ઇગ્લીશ દારૂની બોટલો લઇ ઉમરાળા તરફથી ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામ તરફ આવે છે તેવી હકીકત મળતા સદરહુ લકઝરી બસ હડમતીયા ચોકડી માંડવી ગામ પાસે આવતા લકઝરી બસને રોકી બાતમી મુજબ લકઝરી બસને ચેક કરતા નીચે મુજબનો મુદામાલ મળી આવેલ હતો.
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની કાચની ૭૫૦
એમ.એલ.ની સીલપેક બોટલ નંગ.૦૧ જે એક બોટલની કિ.રૂ. ૫૨૦/- લેખે નંગ ૭૨ બોટલની
કિ.રૂ. ૩૭,૪૪૦/-
(૨) વિવો કંપનીના બ્લ્યુ કલરના એન્ડ્રોઇડ મોબાઇલ નંગ ૦૨ જેની કિ.રૂ. ૧૦,૦૦૦/-
(૩) સદરહુ ઇંગ્લીશ દારૂ ભરેલ તે રેગ્ઝીનના થેલા નંગ ૦૪ કિ.રૂ. ૪૦૦/-
ઉપરોક્ત તમામ મુદામાલ કુલ કિ.રૂ. ૧૦,૪૭,૮૪૦/-નો પંચનામની વિગતે તપાસ અર્થે કબજે કરેલ છે.
તો મજુકર આરોપીઓ (૧) મેહુલભાઇ કાળુભાઇ દેથળીયા ઉ.વ. ૨૨ રહે-ભમ્મરીયા તા.ગારીયાધાર (૨) સુરેશભાઇ નાનજીભાઇ વડેચા ઉ.વ. ૨૫ રહે-મોટા ઉમરડા તા.ગઢડા જી.બોટાદ (૩) મનસુખભાઇ બિજલભાઇ પરમાર ઉ.વ. ૫૫ રહે-રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર (૪) હિતેશભાઇ રમેશભાઇ બાબરીયા ઉ.વ. ૩૦ રહે-રંઘોળાતા.ઉમરાળાવાળા ઓએ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની સીલપેક કાચની બોટલ નંગ-૭૨ જેની કિ.રૂ.૩૭,૪૪૦/- નો રેગ્ઝીન નાં થેલાઓમાં, લક્ઝરી બસ ગુરુદેવ ટ્રાવેલ્સ રજી.નં. GJ-14-X-8811 માં સોફા ઉપર રાખી મોબાઇલ નંગ-૨ મળી કુલ મુદામાલ કુલ કિ.રૂ.૧૦,૪૭,૮૪૦/- (દસ લાખ સુડતાલીસ હજાર આઠ સો ચાલીસ પુરા) નો રાખી ઉપરોક્ત ચાર આરોપીઓ રેઇડ દરમ્યાન પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરી પ્રોહિ. એકટ કલમ ૬૫ (ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો કરેલ જે ગારીયાઘાર પો.સ્ટે ગુન્હો રજી. કરાવી વધુ તપાસ ચાલુ છે.

સદરહુ આ કામગીરીમા જોડાયેલ ટીમ
(1) પો.સબ.ઈન્સ. કે.એચ.ચૌધરી સા
(2) એ.એસ.આઇ. પી.કે.ગામેતી
( 3) હેડ કોન્સ. એમ.કે.મકવાણા
(4) પો.કોન્સ. ભગવાનભાઇ વાલાભાઇ સાંબડ
(5) પો.કોન્સ. વિજયભાઇ મેહુરભાઇ મકવાણા
(6) પો.કોન્સ. શૈલેષભાઇ લાભુભાઇ ચાવડા

Previous articleગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા ની ઉપસ્થિતિ માં વલભીપુર તથા ઉમરાળા માં યોજાશે સંવાદ કાર્યક્રમ
Next articleપ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ-સુરેન્દ્રનગર ખાતે સ્વ.વિનોદાબેન કે.શાહ અખિલ ગુજરાત અંધમહિલા બારમી વાનગી સ્પર્ધા યોજાઈ હતી.