પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ – સુરેન્દ્રનગર ખાતે સ્વ.વિનોદાબેન કે.શાહ અખિલ ગુજરાત અંધમહિલા બારમી વાનગી સ્પર્ધા તા.૨૫/૦૧/૨૦૨૦ શનિવારનાં રોજ યોજાઈ હતી. જેમાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ચાલતા નિષ્ઠા હોમ સાયસન્સ સેન્ટરમાં તાલીમ મેળવતી પ્રજ્ઞાચક્ષુ બહેનો ચેમ્પિયન બની હતી. જેમાં પાર્સલી બ્લાઇન્ડમાં પ્રથમ નંબર નારીગરા હેમાંગી હિમંતભાઈને રૂ.૪૦૦૦નું રોકડ પુરસ્કાર અને દ્વિતીય નંબર બારૈયા ભૂમિ દુલાભાઈને રૂ.૩૦૦૦નું રોકડ પુરસ્કાર જયારે ટોટલી બ્લાઇન્ડમાં શાહ કાજલ ઉમેશભાઈને રૂ.૫૦૦૦નું રોકડ પુરસ્કાર મળ્યું હતું. સંસ્થાને બંને વિભાગમાં ટ્રોફી પ્રાપ્ત થઇ હતી. તેમજ બેસ્ટ આઈટમમાં બેસ્ટ શાક બનાવવામાં બારૈયા ભાવુ ભુપતભાઈ અને બેસ્ટ સલાડમાં વાળા રૂડી દીલુભાઈ વિજેતા થયા હતા જેને સોનાની ચૂક ઇનામમાં મળી હતી. વિજેતા સ્પર્ધકોને પ્રજાસત્તાકપર્વ નિમિતે સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ અભિનંદન પાઠવ્યા હતા.આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓને વિજેતા બનાવવા માટે સ્ટાફે ખુબ મહેનત કરી હતી.