ગુજરાત રાજ્ય હજ કમિટી ના વેઇટિંગ લિસ્ટમાં નામ હોય એવા આશરે ૧૫૦૦ થી વધારે હજ કોટા સિવાયના હજ્યાત્રીઓ હજ માટે જશે.
ગુજરાત રાજ્ય હજ કમિટી ની હજ મિશન-૨૦૧૮ ના આયોજન અને હજ મિશન ૨૦૧૭ ની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ગુજરાત હજ કમિટી અધ્યક્ષ પ્રિન્સિપાલ મોહમ્મદઅલી કાદરીના અધ્યક્ષ સ્થાને આયોજીત થઈ હતી. હજ મિશન-૨૦૧૭ ની સમીક્ષા કરી ગત વર્ષે હજ્યાત્રીઓ ને પડેલી અગવડો હજ મિશન-૨૦૧૮ માં ઉપશ્થીત ના થાય એ માટે યોગ્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા, હજમિશન-૨૦૧૮ માં ગુજરાતમાં થી ડ્રો માં નસીબવંતા થયા એ સિવાય ના ૧૫૦૦ થી વધારે વેઇટિંગ લિસ્ટ માં નામ હોય એવા વધારાના હજ યાત્રીઓ જઈ શકે એ માટે પુરતા પ્રયત્નો કરી સુંદર પરિણામ આવે એ માટે સંકલ્પ કરવા માં આવ્યો હતો આ સિવાય હજ યાત્રીઓ ની સુવિધાઓમાં નિરંતર વધારો થાય એ માટે વિશેષ ચર્ચાઓ થઈ હતી.
ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય હજ કમિટી ની બેઠકમાં હજ કમિટી અધ્યક્ષ પ્રિન્સિપાલ મોહમંદઅલી કાદરી, હજ કમિટી ડિરેક્ટર ધારાસભ્ય ગયાસ્સુદ્દીન શેખ, સૈયદ રફીકબાપુ લીમડાવાલા, એહમદમિયાં મોરબીવાળા, સાહેબખાં પઠાણ, યુનુસભાઇ હળીયાદ મેહતર અસગર અલી અઘારીયા અને હજ કમિટી સચિવ ઇમ્તિયાઝ શેખ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.