કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે આજે રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને ગુજરાતમાં જિલ્લા કક્ષાએ આગામી સમયમાં પોષણ અભિયાન અંગે કરવાની થતી સર્વ ગ્રાહી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્યને કુપોષણ મુક્ત રાજ્ય બનાવવા માટે પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં હરેક આંગણવાડીના એક કુપોષિત બાળકને અધિકારી કે પદાધિકારી દત્તક લેવા માટે અનુરોધ ગીર સોમનાથ જિલ્લા ના અધિકારીએ કર્યો હતો.જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામા પોષણ અભિયાન અંતર્ગત તા.૨૮ જાન્યુ.ના કિશોરી દિવસ અને તા.૨૯ જાન્યુ.ના રોજ લોકજાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે આ તકે અધિક કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પ્રજાપતિ, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા સહિતના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.