ભાવનગર અને ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા જમીન સંપાદન મુદ્દે જન જાગૃતિ પદયાત્રા નુ આયોજન કરાયું હતું. જેમાં આજુ બાજુ ના ૧૨ ગામ ના ખેડૂત અને પરિવારો જોડાયા હતા. ૧૨ ગામ દ્વારા યોજાયેલ જન જાગૃતિ પદયાત્રા ના સમાપન પ્રસંગે સુરકા ગામે મહાસભાનું આયોજન કરાયું હતું. ખેડૂત મહાસભા માં ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર), લાભુંભાઈ કાત્રોડિયા, ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ કંટારીયા, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કંટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.