બરવાળા બી.આર.સી.ભવન ખાતે દિવ્યાંગ બાળકોને આઈ.ઈ.ડી.દ્વારા જુદી-જુદી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કલ્પેશભાઈ મોરી(તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી-બરવાળા),નીલેશ કણઝરીયા (બી.આર.સી.કો.ઓ. બરવાળા),આઈ.ઈ.ડી.શિક્ષકગણ,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા બી.આર.સી.ભવન ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઈ.ઈ.ડી.વિભાગ દ્વારા રાણપુર તેમજ બરવાળા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ટ્રાઇસિકલ,વ્હીલચેર, સીપીચેર, કે.એફ.ઓ.,એલ્બૌ કર્સ,વોકર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું બરવાળા તેમજ રાણપુર તાલુકાનાં ૫૬ જેટલા દિવ્યાંગ બાળકોને જુદા-જુદા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અન્વયે દિવ્યાંગ બાળકો સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ઈ.ડી.નાં શિક્ષકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી