ધંધુકા બગોદરા હાઈવેના વખત પર ગામના પાટિયા પાસે એકટીવા અનેબ ાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા ચાલક અને બાઈક ચાલક સામ સામે અથડાવાથી ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત ઘટનાની જાણ ફેદરા ૧૦૮ને કરાતા પાયલોટ રાજુભાઈ ચોસલા અને ઈએમટી હીરૂબેન પરમાર ઘટના સ્થળે દોડી જઈ ગભીર રીતે ઈજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પણ અકસ્માત ઘટનામાં બંને ઈજાગ્રસ્ત ગંભીર રીતે ઘવાયા હોવાના કારણે બંને ચાલકો સારવાર મળે ત્યાં તો બંને ચાલકોના બાબુભાઈ જગાભાઈ ડાભી રહે. રાણીપ અમદાવાદ, બાઈક ચાલક સમીરભાઈ અલ્લારખા પઠાણ (ઉ.વ.ર૦) જુહાપુર, અમદાવાદ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યા હતાં. જયારે અકસ્માત ઈજાગ્રસ્ત પીન્કી પઠાણ (ઉ.વ.૧૯) વર્ષ વીએસ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટના સંદર્ભે ધંધુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માત ઘટનામાં મૃતકોને પી.એમ. રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતાં. અકસ્માત ઘટના સંદર્ભે બાઈક ચાલક જગાભાઈના પુત્ર વિનોદભાઈએ. ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધી હતી. જે અંગે વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે. તો ધોલેરા- વટામણ હાઈવે પર આંબળી ગામ પાસે રીક્ષા પલ્ટી જતા ૪ મુસ્લિમ બિરાદરો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતાં. તમામ ઈજાગ્રસ્તોને ધોલેરા ૧૦૮ દ્વારા આર.એમ.એસ. હોસ્પિટલ ધંધુકા ખસેડાયા હતાં.