અલંગ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

588

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી કમલેશભાઇ ઝવેરભાઇ મેર રહે.ગઢુલા, તા.તળાજા વાળો ત્રાપજ બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકિકત મળતા સ્થળ ઉપર જતા મજકુર કમલેશભાઇ ઉર્ફે કમો ઝવેરભાઇ મેર ઉ.વ.૨૨ રહે.ગઢુલા, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અલંગ પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલભીપુર તાલુકા દ્વારા કર્તવ્યબોધદિન ની ઉજવણી કરાઈ
Next articleલોકોની સુવિધામા વધારો થાય તે દિશામા સૌ સાથે મળી કામ કરીએ- સાંસદ ભારતીબેન શિયાળ