ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

642

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૩૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબના ગુન્હાના કામના આરોપી પ્રતિકભાઇ ભાવસંગભાઇ હડીયલ ઉ.વ.:-૩૦ ધંધો-વેપાર રહેવાસી-જી-૨, ૨૦૩, શાંતમ એવન્યુ દાદા ભગવાનની મંદીરની બાજુમાં, કામરેજ, સુરત વાળાને લાખણકા ગામ, તા.વલ્લભીપુર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
? આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા જગદેવસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.

Previous articleભાવનગર એસ.ટી વિભાગની કેસ બુકિંગ કચેરીમાં ગઈકાલ રાત્રીના સમયે ૮.૨૧ લાખ રૂપિયાની ચોરી થઇ હતી.
Next articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ -૧૦ અને ધોરણ – ૧૨ (આર્ટ્સ/કૉમર્સ)નાં વિદ્યાર્થીઓને દવે દ્રષ્ટીબેન અને ભટ્ટ હેતલબેન દ્વારા મોટીવેશનલ સેમીનારનું આયોજન કરાયુ.