ભાવનગરના યુવા ચિત્રકાર કોમલભાઈ કિશોરભાઈ રાઠોડ , જયુપીટર આર્ટનું આગામી તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરીના રોજ ચિત્ર પ્રદર્શન યોજાનાર છે.આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અમદાવાદ ના સહયોગથી યોજાનાર છે.
આ પ્રદર્શનનું ઉદઘાટન તારીખ 1 ફેબ્રુઆરી સવારે 10:30 કલાકે રાજકુમારી બ્રીજેશ્વરી કુમારીજી ગોહિલ ના મુખ્ય મહેમાન પદે તથા ગીતાબેન કિશોરભાઈ રાઠોડ અને હાર્દિક દેસાઈના અતિથિ વિશેષ પદે સંપન્ન થશે આ પ્રદર્શન ભાવનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરી સવારે 10 થી સાંજે 8 સુધી ભાવનગરની કલાપ્રેમી જનતા માટે ખુલ્લું રહેશે