બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાનની વધુ એક ફિલ્મ રાધે આ વર્ષે ૨૨મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આના માટેનુ શુટિંગ હાલમાં જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મમાં તેની સાથે દિશા, રણદીપ હુડા અને જેકી શ્રોફ જોવા મળનાર છે. ફિલ્મનુ નિર્દેશન પ્રભુ દેવા દ્વારા કરવામા ંઆવી રહ્યુ છે. જ્યારે નિર્માતા સોહેલ ખાન છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મ ઇન્ડિયા મોસ્ટ વોન્ટેડ કોપ રાધેમાં નજરે પડનાર છે. બોલિવુડના સિનેમાટોગ્રાફર અયાનનકા બોસ દ્વારા એક ફોટો શેયર કર્યો છે. જેમાં ફિલ્મના સંબંધમાં તમામ માહિતી આપવામાં આવી છે. સલમાન ખાન છેલ્લે દબંગ-૩ ફિલ્મમાં દેખાયો હતો. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે તે રાધે ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. સાથે સાથે બિગ બોસમાં તે હોસ્ટ તરીકે પણ દેખાઇ રહ્યો છે. પ્રભુ દેવા દબંગ-૩ ફિલ્મના નિર્દેશક તરીકે હતો. હવે તે સતત બીજી ફિલ્મમાં સલમાન માટે નિર્દેશક તરીકે છે. જેમાં પ્રભુ દેવા તરીકે છે. ાલમાન ખાન છેલ્લા કેટલાક વર્ષોથી બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે રહ્યો છે. તેની તમામ ફિલ્મો પૌકી ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. જેથી તેના ચાહકો પણ ફિલ્મને લઇને આશાવાદી છે.
સલમાનની છેલ્લી ફિલ્મદબંગ-૩ અને તે પહેલા ભારત રજૂ કરવામાં આવી હતી. જે અપેક્ષા મુજબ સફળતા હાંસલ કરી શકી ન હતી. સલમાન ખાન પાસે અન્ય કેટલાક મોટા બજેટની ફિલ્મો રહેલી છે. જેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જો કે હવે ટુંક સમયમાં જ સલમાન ખાનની નવી ફિલ્મને લઇને પણ જાહેરાત કરવામાં આવી શકે છે. સલમાનના ચાહકો તેની એક્શન પેક ફિલ્મને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે.