ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ભારત બંઘના એલાન અનુસંઘાને સીટી વિસ્તારમાં બંદોબસ્તમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે તરસમીયા ગામ ખારસી રોડ યમુના ક્રિયેષ્નની સામે સંતોષ એસ.ટી.ડીની બાજુમાં પંચાયતના પ્લોટ નં-૧૭૩ બે માળના મકાનના કબ્જો ભોગવટો ઘરાવતા ભાવેશ ઉર્ફે સચીન ગુણવંતભાઇ મકવાણા તથા તેનો મિત્ર રોહિત ઉર્ફે બાળો બાબુભાઇ બારૈયા રહે. ઘોઘારોડ ચૈાદનાળા કસ્લયાણજી સ્ટીલની બાજુમાં મફતનગર ભાવનગર વાળા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બહારથી મંગાવી વેચાણ કરે છે.જે હકિકત આઘારે રેઇડ કરતા કુલ બોટલ નંગ-૧૦૮ કી.રૂ. ૩૨,૪૦૦/-ગણીના મુદામાલ સાથે બંન્ને ઇસમો અટકાયત કરવામાં આવેલ સદરહું દારૂનો જથ્થદ કયાંથી આવેલ તે બાબતે પુછપરછ કરતા સદરહું દારૂનો જથ્થો (૧) બળવંતસિંહ ઉર્ફે બી.કે. કનકસિંહ ગોહિલ રહે. ઘોઘા રોડ ૧૪ નાળા પાસે પેટ્રોલ પંપની પાછળ મફતનગરભાવનગર વાળો તથા (૨) અજય ઉર્ફે અજુ મનસુખભાઇ કંટારીયા રહે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પાસે ટી.વી.કેન્દ્ર રોડ મફતનગર ભાવનગરમાં રહેતા એક મારૂતિ કારમાં આપી ગયેલ હોવાની હકિકત જણાવતા મજકુર ચારેય ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એઈ ૮૧, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. રાજપાલસિંહ સરવૈયા જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો. ઘર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.