અલંગના રાજપરા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી

1181

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, અહી આગળ રહેતો સંજયભાઇ નાનુભાઇ મકવાણા રહે.રાજપરા નં.૨ ગામ, તા.તળાજા વાળાએ તેના કબ્જા ભોગવટાની વાડીએ પરપ્રાન્તીય ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહું વાડીએ કોઇ હાજર મળી આવેલ નહી અને હકીકત વાળી વાડીએ ઝડતી તપાસ કરતા વાડીએ આવેલ બાજરીની કડબના ઓઘાને ખોળી જોતા તેમાં પ્રરપ્રાંતીય ઇગ્લીશ દારૂની સીલપેક બોટલો મળી આવતા, મજકુર ઇસમને સદરહુ ઇગ્લીશ દારૂ પોતાના કબ્જામાં ગે.કા. રીતે રાખેલ હોય,જે બોટલો જોતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ બ્લુ બ્લેઝર રિઝર્વ વ્હિસ્કી ૭પ૦ એમ.એલ.ની પંજાબ બનાવટનીકંપની સીલપેક બોટલ નંગ- ૧૧૨ કિ.રૂ.૩૩૬૦૦/- મળી આવતા મજકુર ઇસમે વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ , ૧૧૬બી, મુજબ ગુન્હો કરેલ હોય, જેથી તેના વિરૂધ્ધમાં અલંગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા અરવિંદભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Previous articleગાંધીજીના 72માં નિર્વાણ દિન નિમિત્તે ભાવ. શહેર કોંગ્રેસ દ્વારા સર્કીટ હાઉસ ખાતે પુષ્પાંજલી કાર્યક્રમો યોજાયા
Next articleભાવનગર જિલ્લાના ઇશ્વરીયા ગામના મહેન્દ્રસિંહ ગોહિલ આર્મીની સર્વિસ પૂર્ણ કરી શુક્રવારે પોતાના વતન પરત ફરશે