ભાવનગર જિલ્લાના ઇશ્વરીયા ગામના મહેન્દ્રસિંહ ગોહિલ આર્મીની સર્વિસ પૂર્ણ કરી શુક્રવારે પોતાના વતન પરત ફરશે

1324

ભારતીય આર્મીની સર્વિસ પૂર્ણ કરી પોતાના વતન મૂળ ગામ ઈશ્વરીયા તાલુકો ઉમરાળા જીલ્લો ભાવનગર ના વતની ગોહિલ મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ભારતીય આર્મીમાં પોતાની ફરજ પૂર્ણ કરી તારીખ 31-1-2020 ના રોજ પોતાના વતન પરત ફરી રહ્યા છે.મહેન્દ્રસિંહ ગોહિલ ખુબ જ નાની ઉંમરે અને ઘરના વાતાવરણને દેશ પ્રેમને કારણે ભારતીય આર્મી ભરતી થયા હતા. તેઓ શ્રીનગર, કાશ્મીર, પઠાણકોટ, અંબાલા, પોતાની સેવા આપી હતી. મહેન્દ્રસિંહ ભારતી આર્મીમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન ફરી રહ્યા છે ત્યારે તેના પરિવાર તથા ગ્રામજનો દ્વારા તેની સ્વાગતની તૈયારીઓ માટે શૈલેન્દ્રસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા ખૂબ જ સારી જેહમત ઉઠાવી રહ્યા છે.

Previous articleઅલંગના રાજપરા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી
Next article૨૦૨૦ નું નવું પ્રેમ નું ઐંથમ : આંખો ની અંદર; આ વેલિંટાઇન તમને પ્રેમરોગી બનાવી દેશે