ભાવનગરમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી બે દિવસીય બેંક હડતાલ પર ઉતર્યો

456

બેંક કર્મચારીઓના અને અધિકારીઓના સંગઠનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા પગાર વધારા સહિત જુદી-જુદી ૧ર જેટલી માંગણી નહી સંતોષાતા આજે શુક્રવારે અને આવતીકાલે શનિવારે બે દિવસ હડતાલનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આજે બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો હતો જયારે આવતીકાલે તા.૧ને શનિવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. આ બેંક હડતાલમાં ભાવનગરની ર૪ બેંકો અને ર૦પ શાખાઓના કર્મચારીઓ જાડાયા છે. આજે શુક્રવારે આવતીકાલે શનિવારે બે દિવસની હડતાલ ઉપરાંત રવિવાર આવતો હોવાથી સતત ત્રણ દિવસ બેંક ગ્રાહકોને હાડમારીનો સામનો કરવો પડશે. હજારો બેંક ખાતેદારોના બેંકીંગ વ્યવહારો ખોરવાઈ જશે.
બેંક કર્મચારીઓ અને અધિકારીઓના ૯ જેટલા જુદા-જુદા સંગઠનોનુ સંચાલન કરતા યુનિયન દ્વારા આજથી બે દિવસની બેંક હડતાલ જાહેર કરવામાં આવી છે. સરકાર સાથે જુદી-જુદી માંગણી સંદર્ભે વાટાઘાટો થાય છે પણ નિર્ણય નહી આવતા બેંક કર્મચારીઓ વિરોધના મુડમાં છે.
બેંક કર્મચારીઓની જુદી-જુદી માંગણીઓમાં ખાસ કરીને ર૦ ટકા પગાર વધારો, પ દિવસનું અઠવાડીયુ, સ્પેશ્યલ એલાવન્સને મુળ પગારમાં ભેળવી દેવુ, નવી પેન્શન યોજના રદ કરવી, સહિતની જુદી-જુદી ૧ર જેટલી માંગણીઓ બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. બેંક હડતાલના ભાગરૂપે ગઈકાલે ભાવનગર શહેરનાં વાઘાવાડી રોડ પર આવેલ યુકો બેંક ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા જયારે આજે શુક્રવારે શહેરના નિલમબાગ ખાતે આવેલ એસબીઆઈના પટાંગણમાં બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતા. જયારે આવતીકાલે શનિવારે બેંકના જુદા-જુદા યુનિયનના પ્રતિનિધીઓ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. ભાવનગર શહેર જિલ્લામાં કુલ ર૪ બેંકોની ર૦પ બ્રાંચમાં સતત ત્રણ દિવસની હડતાલના કારણે હજારો બેંક ખાતેદારોના બેન્કીંગ વ્યવહારો ખોરવાયા છે.

Previous articleભાવનગર શહેરના બોરતળાવ માંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી
Next articleપોષણ અભિયાન યજ્ઞમાં આહુતી આપવા માટે ગ્રામજનોને અનુરોધ