ન.પ્રા.શિ.સમિતિ, ભાવનગર દ્વારા ગાંધી નિર્વાણ દિન-શહિદ દિનની તમામ શાળાઓમાં એકસુત્રતા સાથે આપેલ કાર્યક્રમ અંતર્ગત અમારી વીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં શહિદ દિનની ઉજવણી કરવામાં આવી.સાથે વસંત પંચમી હોય માં સરસ્વતીની વંદના કરી વસંત પંચમી વિશે વિશેષ માહિતી આપી.આ કાર્યક્રમમાં નેશનલ વિરાસત એવી આંબલા લોકશાળાના નિવૃત્ત શિક્ષક અને દક્ષિણામૂર્તિ ભવન-ભાવનગર ના પૂર્વ નિયામક શ્રી દેવેન્દ્રભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી બાળકોને ગાંધીજીના જીવન અને તેમના વિચારોની અસર આજે પણ પ્રભાવિત છે
તેનાં વિશે વાર્તા સાથે હળવી અને બાળકોને સહજ રીતે સમજાય તે રીતે કરી હતી. વિધાર્થીઓએ મહેમાન સાથે પ્રશ્નોત્તરી કરી હતી જેમા તેમણે બાળકોને જણાવ્યું કે તમે નિડર બનો, આત્મવિશ્વાસ કેળવો,દ્રઢ સંકલ્પ કરો અને તેને પૂર્ણ કરવા મહેનત કરો, પોતાનું કામ જાતે કરો, સ્વચ્છતાના આગ્રહી બનો.શાળામાં યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, અને સ્વચ્છતા માટે પસંદ થયેલાં બાળકોને મહેમાનશ્રી ના હસ્તે પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ ના માર્ગદર્શન નીચે શાળા પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું.