જવાહર મેદાનનો રૂપિયા ૧૭ કરોડનો વેરો બાકી

578
bvn2832018-8.jpg

ભાવનગર મહાપાલિકાના ઘરવેરાને એક જ દિવસમાં રૂા.૬ર લાખની ઘરવેરા પેટે આવક થવા પામી છે. માર્ચ માસ પૂર્ણ થવામાં ૪ દિવસ બાકી હોય તંત્ર દ્વારા વેરા સંબંધી કામગીરી તેજ કરી છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા આવક અર્થે વર્ષ ર૦૧૭-૧૯માં ર૬ જ.ેટલી નવી ડીમાંડ ઉભી કરવામાં આવી છે. જેમાં જવાહર મેદાનનો પણ સમાવેશ થાય છે. આ મિલ્કતના વેરા પેટે સરકાર પાસેથી રૂા.૧૭ કરોડની રકમ વસુલવાની બાકી છે. આજરોજ આયુર્વેદ કોલેજ દ્વારા રૂા.ર૮ લાખ કરવેરા પેટે ભર્યા છે. આ કોલેજનું કુલ લેણુ રૂા.૭૦ લાખ હતું પરંતુ પ્રથમ હપ્તામાં રૂા.૪૦ લાખ ત્યારબાદ આજરોજ ર૮ લાખ મળી તમામ વેરો ભરપાઈ કર્યો છે. આ વેરાની રકમ સાથે કુલ ૬ર લાખની આવક એક જ દિવસમાં કોર્પોરેશનને થવા પામી છે. આ ઉપરાંત શહેરમાં ટેલીકોમ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલ ટાવરોનો વેરો બાકી છે. જેની રકમ રૂા.૪૩ લાખથી વધુ આંકવામાં આવી રહી છે. નોટીસો પાઠવવા છતાં ટાવરોનો વેરો ચુકતે નથી થયો એવા પ ટાવરોને સીલ કરવામાં આવ્યા હતા.

Previous articleમેલડી માતાના મંદિરે ત્રિવિધ ઉત્સવ યોજાયો
Next articleવિધાનસભાના દ્વારેથી