વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’ના સ્વપ્નને સાકાર કરવા તેમજ કુપોષણને દેશવટો આપી ભાવિ
પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના આશયથી ‘ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦-૨૨’નો રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ મહુવા
તાલુકાના બગદાણા અને મોટી જાગધાર ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત બિજા દિવસે પણ શિહોર તાલુકાના સોનગઢ તથા સણોસરા
ગામે રાજ્યમંત્રશ્રીની ઉપસ્થિતિમા અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. જિલ્લા પંચાયતની સોનગઢ બેઠક હેઠળના ગામોના ૨૩ તથા
સણોસરા બેઠકના ૨૧ બાળકોને પાલક વાલીઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.
આવનારી પેઢીને સામર્થ્યવાન, સશકત અને સુપોષિત બનાવવા માટે સરકાર અને સમાજને સાથે મળીને પોષણ અભિયાનના કાર્યમાં જોડાવાનો
અનુરોધ કરતાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ દાખવી પોષણ
અભિયાન સમગ્ર રાજ્યમા શરૂ કરાવ્યુ છે. દેશ ગમે તેટલો વિકાસ કરે પરંતુ જો દેશમા કુપોષણ હશે તો એ વિકાસ વ્યર્થ છે તેમ જણાવી મંત્રીશ્રીએ
કુપોષણને સમાજ માટે કલંક રૂપ ગણાવ્યુ હતુ. રાજ્યમંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે પોષિત બાળક જાત વિકાસ કરી તમામ પરિસ્થિતિઓનો
સામનો કરવા સક્ષમ બને છે અને તેના થકી સક્ષમ સમાજનુ નિર્માણ થાય છે. રાજ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ કોઈને આંગણવાડી કાર્યકર,
આશાવર્કર તથા એ.એન.એમ. તેમજ પાલકવાલીની આ અભિયાનમા મહત્વ તેમજ ભુમિકાથી ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા અને
જણાવ્યુ હતુ કે સરકાર બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ તેમજ ધાત્રીમાતાઓની ચિંતા કરે છે અને તેથી સરકારે આ તમામ માટે કરોડો રૂપિયા
ખર્ચીને પોષણ આહારની વ્યવસ્થા કરી છે. સગર્ભા સ્ત્રીઓ વિશેની કાળજી પર વિશેષ ભાર મુકતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ઘરની સગર્ભા સ્ત્રી
જમે ત્યારબાદ જ ઘરના અન્ય સભ્યો જમે તેવો સૌ નિશ્ચય કરીએ અને આ સાથે મળી સુપોષિત સમાજનુ નિર્માણ કરીએ.
આ પ્રસંગે લોકભારતી સણોસરાના નિયામકશ્રી અરૂણભાઈ દવેએ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરબેન દવેની વૃધ્ધો પ્રત્યેની સેવાની પ્રસંશા કરતા
જણાવ્યુ હતુ કે સરકારે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોપ્યુ છે. કુપોષણ દુર કરવા સરકાર કરતા આપણે વધુ જવાબદાર બની તેની સમાજ માથી દુર
કરી.
મંત્રીશ્રીએ સોનગઢ અને સણોસરા ગામની આંગણવાડીઓની મુલાકાત લઈને પોષણ અભિયાનની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.
કાર્યક્રમમાં પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ તથા ટી.એચ.આર. વિતરણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોષણ અદાલતનુ નાટક ભજવીને સગર્ભા
માતાઓ, કુપોષિત બાળકો તેમજ કિશોરીઓને પોષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ‘બીજુ પિયર ઘર
આંગણવાડી’માં ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. બાળ તંદુરસ્તી અને વાનગી હરીફાઇનું ઇનામ વિતરણ તેમજ પાલક દાતાઓનું સન્માન
મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી મુકેશ પંડીત દ્વારા કરવામા આવ્યુ હતુ તેમજ આભારવિધિ પ્રોજેક્ટ ઓફીસર શ્રીમતી કાંતાબેન પરમાર દ્વારા કરાઈ
હતી.
સોનગઢ અને સણોસરા ગામે આયોજીત કાર્યક્રમમાં શિહોર નગરપાલિકાના પ્રમુક શ્રીમતી દિપ્તીબેન ત્રિવેદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.
તાવીયાડ, મામલતદારશ્રી શિહોર, મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી દિવ્યાબેન, સરપંચશ્રીઓ,
અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.