વિભાવરીબેન દવે પ્રેરિત માવતર ઓલમ્પિક-2020નું આયોજન રવિવારના રોજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે

881

વિભાવરી દવે દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. ભાવનગરના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે માવતર ઓલમ્પિક 2020 નું આયોજન તા.2/2/2020 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ માવતારની પ્રવૃત્તિ છેલ્લાં 22 વર્ષથી કાર્યરત છે. જેમાં વડીલોને આનંદમાં રાખવા,શારિરીક અને માનસિક રીતે સક્ષમ રાખવાના પ્રયાસો થાય છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે માવતર ના ગરબા જેમાં 3 થી 4 હજાર વડીલો ગરબે રમે, માવતારોને હોળી રમાડવા, માવતારનો રંગોત્સવ, માવતરને શારિરીક રીતે સક્ષમ રાખવા ફૂલ બોડી ચેક અપ કેમ્પ, સત્સંગ મંડળો ની હરિફાઈઓ તેમજ વગેરે વિવિધ પ્રવૃત્તિ રમાડવામાં આવે છે.

માવતર ઓલમ્પિક માં રસ્સાખેચ, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, 50 મીટર દોડ, ફુગ્ગા ફૂલાવવા તથા ફોડવા, ગોળાફેક, સ્લો સાયકલિંગ, લીંબુ-ચમચી, સંગીત-ખુરશી સહિતની રમતો વડીલો રમશે. ગયા વર્ષે 500 જેટલા વડીલો આ રમતોમાં ભાગ લીધો હતો. જે આ વર્ષે તેની સંખ્યામાં વધારો થઈ ને 700 થી વધુ વડીલો એ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જે બાકી રહી ગયા હોય તેની માટે સ્થળ પર પણ રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આ રવિવારે વિભાવરીબેન દ્વારા વડીલોને પ્રોત્સાહન આપવા માટે ભાવનગર ની જનતા ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….તો આ રવિવારે ખાસ પધારવા વિનંતી…..

આ માવતર ઓલમ્પિક નું ઉદ્દઘાટન ગુજરાતી ફિલ્મના હીરો હિતુ કનોડિયા દ્વારા કરવામાં આવશે. ઓલમ્પિક ની મશાલ હિતુ કનોડિયા તથા મેયર, યુનિ.ના વાઇસ ચાન્સેલર દ્વારા તેમજ ગયા વર્ષે ના વડીલ વિજેતા ને આપશે. જે ગ્રાઉન્ડ પર રિલે કરશે.  આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તથાત્યારબાદ ઓલમ્પિકની મૂળ મશાલ હોર્સ રાઇડર્સ ઉધોગપતિ ચિરાગભાઈ પારેખ, સુમોટીનો ના જનરલ મેનેજર અમિતભાઈ મેહતા, તથા કોમલકાંત શર્મા, શીપ રિસાયકલિંગ એસોસિએશન ના પ્રમુખ, ચેમ્બર ના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા, રોલીંગ મીલ એસોસિએશન ના પ્રમુખ, વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી બુધાભાઈ પટેલ, શેઠ બ્રધર્સના ગૌરવભાઈ શેઠ દ્વારા પ્રજવલિત કરાશે. સામાજીક આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહી ને વડીલોનો ઉત્સાહ વધારશે.

Previous articleરાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમા ગુજરાત પોષણ અભિયાનના બીજા દિવસે શિહોર તાલુકાના સોનગઢ તથા સણોસરા ગામે કાર્યક્રમો યોજાયા
Next articleજૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા શુભ દેવ રિસોર્ટ માં હાફ ડે પિકનિક