ગાંધીજીએ સરદારના મુલ્યોનું ગુજરાતે સંવર્ધન કરવાનું કામ કર્યું છે તે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ
પરેશ ધાનાણીએ સૌપ્રથમ ઉભા થઈને વિધાનસભામાં અધ્યક્ષ સામેના પ્રસ્તાવને પાછો ખેંચી લેવા માટે પોતાના ઉપદંડકને વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં નિયમ ૧૦૩ હેઠળ ૧૮ વખત રજુઆત કરવામાં આવી. સમાજ સુધીમાં પદની ગરમી જાળવવાના સંદર્ભમાં ચર્ચા થઈ નથી તેથી લોકશાહીનું સંવર્ધન કરીએ. દરખાસ્ત પરત લેવી જોઈએ એવી વિનંતી કરૂં છું. ગૃહના ઉપનેતાને વિનંતી કરવા માગું છું. ૧૯૬૦ થી આજ દિન સુધી ગાંધીજીએ સરદારના મુલ્યોનું ગુજરાતે સંવર્ધન કરવાનું કામ કર્યું છે તે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ. બહુમતીથી નહીં પણ સર્વાનુમતે ચલાવવું રહયું. ચર્ચા-સંવાદનો ફલોર છે. મુખ્યમંત્રીએ હકારાત્મક કરેલી વાતને અમે પણ સહર્ષ સ્વીકારી ચિંતન-મનન કર્યા બાદ શૈલેષભાઈ વિનંતીનો સ્વીકાર કરે.
પ્રસ્તાવ પાછો ખેંચી લેવાની સભાગૃહ અનુમતિ આપે : શૈલેષ પરમાર
શૈલેષભાઈએ જણાવ્યું કે ગૃહના નેતાએ ભૂતકાળમાં જે લાગણી અનુભવી હતી તે મુજબ અમારા નેતા પણ આ બાબતે હકારાત્મક વાત લઈને આવ્યા છે તેથી પ્રસ્તાવ પાછો ખેંચવાની સભાગૃહ અનુમતી આપે તેવી વિનંતી કરું છું. સર્વાનુમતે પ્રસ્તાવ પાછો ખેંચી લેવાની મંજુરી અપાઈ હતી. ત્યારબાદ તમામ સભ્યોને અનુમતી આપવા બદલ તેમણે આભાર પણ માન્યો હતો.
‘કાળ ચોઘડિયું બાઝી ગયું હતું, તેથી આવી ઘટના બની’ : નિતીન પટેલ
કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની દરખાસ્ત મૂકતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કાળ ચોઘડિયું બાઝી ગયું હતું, તેથી આવી ઘટના બની હતી. મીઠી યાદો સાથે આપણે બજેટ સત્રમાંથી છૂટા પડીએ. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા સહિતના સભ્યોએ સકારાત્મક વલણ અપનાવ્યું છે તે અભિનંદનને પાત્ર છે. ત્યારબાદ નીતીનભાઈએ જણાવ્યું હતું કે ગૃહનું સંચાલન સારી રીતે થાય. વિપક્ષના સભ્યો પણ પોતાની લાગણી ધ્યાને દોરી શકે તેવી પ્રણાલી મુકવામાં આવી છે અને તે અધ્યક્ષના માર્ગદર્શનથી નિભાવવામાં આવી છે. પરંતુ કયારેક સરકારે અનિચ્છાએ એવી દરખાસ્ત રજુ કરવી પડે છે. દુઃખની લાગણી સાથે દરખાસ્ત રજુ કરી હતી. અહીં સભ્યો પોતાના વિસ્તારની લાગણી રજુઆત કરવા આવે છે. વિપક્ષ તરફથી પણ હકારાત્મક પ્રયત્નો કર્યા હતા અને ન થવાનો બનાવ બન્યો ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ લાગણી – માંગણી વ્યકત કરી હતી. બધાની લાગણી હતી આ નિર્ણયની પુનઃ વિચારણા કરે. ગુજરાતની ઉજવળ પરંપરા વધુ ઉજવળ બને તે માટે સંમતિ આપેલી બંન્ને દરખાસ્ત સત્ર સમાપ્તિ સુધીની સુધારેલી મુકુ છું. ત્યારબાદ દરખાસ્તને ગૃહના સભ્યોએ સર્વાનુમતે મંજુરી આપી હતી.
સુમેળ ભર્યું વાતાવરણ ઉભુ કરવા વિપક્ષના નેતા અને વિપક્ષના સભ્યોની સરાહના કરું છું : પ્રદિપસિંહ જાડેજા
આ બાબતમાં સંસદીય બાબતો સંભાળતા પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, જે ઘટના બની ગઈ તેમાં વિપક્ષના મિત્રોએ સારુ વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નો કર્યા છે અમને પણ ઘણા સભ્યોએ આ બાબતે રજુઆત પણ કરી હતી અને હકારાત્મક વાતાવરણમાં જયારે આ પ્રસ્તાઅ આવ્યો છે ત્યારે દરખાસ્ત સુધારવાની અનુમતી આપે સુમેળ ભર્યું વાતાવરણ ઉભુ કરવા વિપક્ષના નેતા અને વિપક્ષના સભ્યોની સરાહના કરું છું તેવું પ્રદિપસિંહે જણાવી સુધારાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
આ ઘટનાને હું નિમિત્ત માનતો હોવાથી આજદિન સુધી મે પ્રશ્ન પુછયો કે બોલ્યો નથી : વિક્રમ માડમ
આ ઘટનામાં પોતાનો સૂર પુરાવતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે આ ઘટના બાદ મને અંદરથી થતું હતું કે, કયાંક ને કયાંક આ ઘટના બનવા પાછળ હું જવાબદાર છું અને તેથી પ્રશ્ચાતાપના ભાગરૂપે આ ઘટના બાદ આજદિન સુધી મે કયારેય વિધાનસભામાં પ્રશ્ન પુછવા આંગળી ઉંચી કરી નથી કે કંઈ પણ બોલ્યો નથી. વિધાનસભાનું ગૌરવ જાળવી રાખવા હું પ્રતિજ્ઞા કરુ છુ અને અપીલ કરું છુ કે આપણાંથી એવું કોઈ વર્તન ન થાય કે જેથી કરીને ગૃહની ગરીમાને લાંછન લાગે. ત્યારબાદ નિતીન પટેલે ખાસ ઉભા થઈ જણાવ્યું હતું કે વિક્રમભાઈ માડમની ભાવનાની હું કદર કરું છુ અને સૌ વતી અભિનંદન પણ આપુ છું કે તેઓ જે બહાર કહી રહ્યા હતા તે જ ગૃહમાં પણ બોલવાની હિંમત પણ બતાવી છે તે બદલ ધન્યવાદ…..
ભારે હૃદયે હું આ પ્રસ્તાવ મત પર મુકુ છુ : અધ્યક્ષ
અવિશ્વાસની દરખાસ્ત અને ત્યારબાદ બનેલી ઘટનાને કોઈ સંબંધ નથી આ વખતે પણ દરખાસ્ત પાછી ખેંચી છે તેથી અભિનંદન આપું છું. અલગ બનેલી ઘટનાનું પરિણામ એક દિવસે આવ્યું. ગાંધીજીના ગુજરાતમાં અહિંસાની વાત કરીએ છીએ. હિંસાને સ્થાન ન હોઈ શકે સત્તાધારી પક્ષ કરતાં વિપક્ષના સભ્યોને વધુ પ્રશ્ન પુછવા દીધા છે. મેં એકસરખો ભાગ રાખ્યો છે. ઘીના ઠામમાં ઘી છે. પ્રથમવાર ચૂંટાયેલા સભ્યોએ વિધાનસભાના નિયમો વાંચી સીનિયર પાસેથી ધ્યાન કરી લેવાની જરૂર છે. આ ઘટનામાં વિક્રમભાઈનો કોઈ વાંક હતો જ નહીં જેનું કોઈ દુઃખ નથી સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે.
ભારે હૃદયના બદલે પ્રફુલ્લીત મને રજુઆત કરવા સભ્યોની અપીલ
આ ઘટનાના પ્રસ્તાની બાબત પુરી થતાં જ બેઠા બેઠા નિતીનભાઈ પટેલે અપીલ કરી હતી કે ભારે હૃદયના બદલે પ્રફુલ્લીત મને તમે કહો તો વધારે સારૂ. પરંતુ ત્યારબાદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સારા વાતાવરણમાં થયેલી આ બાબતને ભારે હૃદયે નહીં લેતાં હળવીરીતે લેવા ઉભા થઈ અપીલ કરી હતી અને સત્તા પક્ષ તરફથી પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જ પ્રકારની અપીલ કરી હળવા મને પ્રફુલ્લીત રીતે સ્વીકારવાની વાત કરી હતી.