ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
સુરત ઉમરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૪૭૦/૨૦૧૧ ઇ.પી..કો. કલમ-૩૦૨,૧૧૪ વિગેરે મુજબના ગુન્હામાં આરોપી ભાવશંગ ઉર્ફે ભાવુ ઉકાભાઇ દહીયા/રજપુત રહે. હરીઓમ એપાર્ટમેન્ટ મોદે મહોલ્લા અશ્વિનીકુમાર રોડ સુરત હાલ રહે. બસેરા સોસાયટી કામરેજ ચાર રસ્તા સુરત મુળ ગામ કણકોટ તા.ઘોઘા જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૧ની સાલમાં કાચા કામના કૈદી તરીકે સુરત જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૦૧/૦૬/૨૦૧૯ થી દિન-૦૭ ની વચગાળાના પેરોલ રજા ઉપર સુરત જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૦૮/૧૧/૨૦૧૯ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો માણસોને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે સુરત મધ્યસ્થ જેલનો કાચા કામનો આરોપી ભાવશંગ ઉર્ફે ભાવુ ઉકાભાઇ દહીયા/રજપુત હાલ તેના ગામ કણકોટ તા. ઘોઘા જી.ભાવનગર વાળા તેના ગામે તેના ઘરે હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો કણકોટ ગામે જઇ મુજકર પેરોલ રજા ઉપરના આરોપી ભાવશંગ ઉર્ફે ભાવુ ઉકાભાઇ દહીયા/રજપુત રહે. રહે. હરીઓમ એપાર્ટમેન્ટ મોદે મહોલ્લા અશ્વિનીકુમાર રોડ સુરત હાલ રહે. બસેરા સોસાયટી કામરેજ ચાર રસ્તા સુરત મુળ ગામ કણકોટ તા.ઘોઘા જી.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી લાજપોર સુરત મઘસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા તથા સાગરભાઇ જોગદીયા તથા પો.કો. સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા પરેલો ફર્લો સ્કોડ ના પો.કો. ઘર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.