ગુજરાતમાં હિટવેવથી લોકો ભારે હેરાન : પારો ૪૧ થયો

676
guj2832018-9.jpg

ગુજરાતમાં હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં હિટવેવની ચેતવણીના કારણે તંત્ર બિલકુલ સાવધાન છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની સ્થિતિના કારણે લોકો ભારે પરેશાન દેખાયા હતા. અમદાવાદ શહેરમાં પણ બપોરના ગાળામાં લોકો ગરમીથી પરેશાન દેખાયા હતા. ગરમીના લીધે માથામાં દુખાવા અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ આજે લોકોએ કરી હતી. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં તબક્કાવાર રીતે વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૦થી પણ ઉપર પહોંચી ગયો હતો. સૌથી વધુ ગરમીનો અનુભવ અમરેલીમાં થયો હતો. જ્યાં પારો ૪૧ સુધી પહોંચી ગયો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો. જે વિસ્તારોમાં આજે પારો ૪૦થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૦.૪, ગાંધીનગરમાં ૪૦.૫, વીવીનગરમાં ૪૦.૫, વડોદરામાં ૪૦.૭, સુરતમાં ૪૦.૬, સુરેન્દ્રનગરમાં ૪૦.૮, કંડલા એરપોર્ટ ખાતે ૪૦.૮નો સમાવેશ થાય છે. ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થતા લોકોની મુશ્કેલી પણ હવે વધી રહી છે. 

અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે જેથી હાલમાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. ધણી જગ્યાએ પાણીના જગ મુકવામાં આવ્યા છે. ગરમીનો પ્રકોપ વધતા લોકોને પરેશાની વધી રહી છે. વધુ ૨-૩ ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એકબાજુ પાણીનીતકલીફ પહેલાથી જ અનુભવાઈ રહી છે ત્યારે આ વખતે ગરમી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં આવતીકાલે બુધવારના દિવસે ગરમીનું પ્રમાણ યથાવત ૪૦ ડિગ્રી રહી શકે છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. આજે અમદાવાદમાં પારો વધુ વધીને ૪૦.૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
રાજ્યના અનેક ભાગોમાં પારો આજે ગઇકાલની સરખામણીમાં ઘટ્યો હતો પરંતુ હજુ પણ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. લોકો વધતા જાતા તાપમાન કારણે પરેશાન થયેલા છે. ગાંધીનગરમાં આજે પારો મહત્તમ તાપમાનમાં ૪૦.૫ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે ત્યારે તંત્ર દ્વારા પણ ગરમીથી બચવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાઓએ પાણીની પરબો શરૂ કરવામાં આવી ચુકી છે. સાથે સાથે જાહેર સ્થળો પર પાણીના જગ પણ મુકવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ પર પણ પાણીના જગ મુકાયા છે. અમદાવાદમાં આવતીકાલે પારો ૪૦ રહી શકે છે. એકાએક ગરમીના પ્રમાણમાં જોરદાર વધારો થઇ ગયો છે. 

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next articleકોઈપણ બોર્ડની શાળામાં ગુજરાતી ભાષા ફરજીયાતઃ સરકારની જાહેરાત