ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે નિ:શુલ્ક શિયાળુ યોગ શિબર નું ભવ્ય આયોજન વન્ડરલેન્ડ સ્ટેમ કીન્ડરગાટન તથા ઇસ્કોન ક્લબ
અને વર્લ્ડ યોગ ચેમ્પિયન જાનવી મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિબિર નો મુખ્ય હેતુ
જનતા ને યોગને વૈજ્ઞાનિક ઢબે જાણે તેમ જ યોગ આપવાની સ્વાસ્થ્યલક્ષી, સુખની અનુભૂતિ
કરવાનો અભિગમ ધરાવતા થાય અને યોગ વિદ્યા દ્વારા વધુ જનજાગૃતિ આવે તે હેતુથી
નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યના યોગ બો્ડ ચેરમેન શિશપાલજી (યોગ સેવક) અને આંતરરાષ્ટ્રીય યોગ બ્રાન્ડ એમ્બેસેડર – H.A.Y.A જાનવી પ્રતિભા મહેતા (વર્લ્ડ યોગ ચેમ્પિયન)દ્વારા શિબિરમાં યોગ કરાવામાં આવ્યા હતા.
આ નિશુલ્ક યોગ શિબિરમાં ભાવનગરવાસીઓ મન મુકીને યોગા કર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિભાવરીબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ રાજેન્દ્રસિંહ રાણા, યુવરાજસિહ ગોહિલ, આઈ જી અશોકકુમાર યાદવ, કમિશનર એમ. એ. ગાંધી, ગૌરવભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ સરલા સંદીપ સોપારિયા, આનંદ ઠક્કર અને જાનવી મહેતા દ્વારા સારી એવી જેહમત ઉઠાવી રહ્યા હતી.