પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા ગૌ રક્ષકોએ 8000કિલોથી વધુ ગૌ માસ ઝડપાયું

1129

પ્રાણીન ફાઉન્ડેશન ના સંસ્થાપક અને અગ્નિવીરના ગુજરાતના પ્રમુખ નેહાબેન પટેલ ને બાતમી મળેલી હતી કે સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના કોસાડી ગામે ગૌ હત્યા થવાની છે. જે માહીતી ના આધારે નવસારી, કિમ, કામરેજ અને બરોડા ના ગૌ રક્ષકો એ માંગરોળ પોલીસ ને સાથે રાખી ને કોસાડી ગામ માં રેડ કરતા આશરે 8000 kg થી પણ વધુ ગૌ માસ અને 1 પિક અપ ગાડી અને 1 ટાટા s ગાડી ઝડપી પાડી હતી.

આશરે રાત ના 3 વાગ્યા થી ગૌ રક્ષકો અને પોલીસે મળી ને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. કોસાડી ગામ આજે ગૌ હત્યા માટે હબ જેવું બની ગયું છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 નો કાયદો એટલો કડક કાયદો હોવા છતાં રોજ ના રોજ કોસાડી માં અસંખ્ય ગૌ હત્યા થાય છે જેથી ગૌ રક્ષકો માં પણ રોષ ની લાગણી ફેલાઇ છે

સુરત જિલ્લા રેંજ આઈ.જી.રાજકુમાર પાંડીઅનનો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.એસઓજી પી આઈ એ પી બ્રહ્મભટ્ટ અને એલસીબી પી આઈ બી કે ખચ્ચર અને પીએસઆઇ કે ડી ભરવાડ અને પીએસઆઇ નાઈનો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.

માંગરોળ પોલીસ સ્ટાફ અને એસઓજી સ્ટાફ નો પણ ખૂબ સારો સહયોગ મળી આવ્યો હતો.

પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિવીર સુરત અને જય મુરલિધર ગૌ રક્ષક સુરત અને વાછલ ગૌ રક્ષક યુવા ગ્રુપ સુરત નો ખુબ ખુબ આભાર નેહા બેન પટેલ, સુરેશભાઈ પુરોહિત, ભરતભાઈ ભરવાડ, નરેશભાઈ પુરોહિત, ભરતભાઈ વૈષ્ણવ, સંજયભાઈ ભરવાડ, ગોગો સંજયભાઈ ભાવાણી,આશિષભાઈ કાસોદરિયા, જયેશભાઈ ભરવાડ, હિતેશભાઈ ઇટાલિયા, પ્રવીણસિંહ દરબાર અને અન્ય ગૌ રક્ષકો નો સહયોગ મળી આવ્યો હતો.

Previous articleગુજરાતનું એકમાત્ર આયોજન કે જેમાં એક જ દિવસે, એક જ સ્થળે એક સાથે ૭૦૦ થી વધુ વડિલોએ ૧૧ થી વધુ રમતોમાં ભાગ લીધો
Next articleગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપાયા