ગુજરાતને ગૈારવ અપાવતા ગીર-સોમનાથ જિલ્લાનાં ૭ ખેલાડીઓ વિજેતા થયા

505

તાજેતરમાં ગુવાહાટી(આસામ) ખાતે ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ – ૨૦૨૦ નું આયોજન કરાયું હતું. જેમાં ૫૨ મેડલ સાથે મેડલ ટેલીમાં ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં ૦૯ માં સ્થાને રહ્યું હતું. તેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓનો પણ એથ્લેટીક્સ અને જુડો રમતમાં દબદબો રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા ના કુલ ૦૭ ખેલાડીઓ એ વિવિધ ઇવેન્ટોમાં વિજેતા રહી ચંદ્રકો મેળવ્યા હતા.

એથ્લેટીક્સ માં કોડીનારના રુચિત મોરી એ ૪૦૦મી. વિધ્ન દોડ ૫૩.૬૪ સે. માં પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ તથા તાલાલાની મુસ્કાન ચોટીયારા એ ૩૦૦૦ મી. દોડ ૧૦ મી૦૧સે. માં પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત જુડો રમતની વિવિધ વેઇટ કેટેગરીમાં વેરાવળની અંકિતા નાઘેરા તથા અલ્પા વાઢેર તથા સુત્રાપાડા ની સંધ્યા રાઠોડ તથા કોડીનાર ની સોનલ ડોડીયા એ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.  તાલાલા ના રોહિત મજ્ગુલ એ બ્રોન્ઝ મેડલ મેળવી સોમનાથ જિલ્લા તથા ગુજરાત રાજ્યનું નામ સમગ્ર ભારતભર માં રોશન કર્યું છે ગીર સોમનાથ જિલ્લાના આ ખેલાડીઓ ગુજરાત સરકાર ની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત નડિયાદ અને દેવગઢ બારિયા મુકામે ચાલતી એથ્લેટીક્સ તથા જુડો એકેડમી ના ખેલાડીઓ છે. જેઓને રહેવા – જમવા તથા અદ્યતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્સપર્ટ કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસ, સ્પોર્ટ્સ કીટ, મેડીકલ તથા સ્ટાઇપેન્ડ જેવી સુવિધા પણ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલા, જિલ્લા સિનીયર કોચ શ્રી કાનજી ભાલીયા કે જેઓએ આ સ્પર્ધા દરમ્યાન ગુજરાત ટીમના કોચ તરીકે ફરજ બજાવી હતી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશ મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિશાલ જોષી, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ સોલંકી, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખશ્રીવરજાંગભાઈ વાળાઅને ઉપ પ્રમુખશ્રી અર્જુનભાઈ પરમાર એ આ ખેલાડીઓ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધી મેળવી ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધે એવી શુભેચ્છા પાઠવી હતી.

Previous articleવેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા જાગૃતતા શિબિર યોજાઇ
Next articleભાવનગર પોલીસ પરિવાર તથા સુરક્ષા સેવા સેતુ આયોજિત ભાવનગર ખાતે પ્રથમ વાર ખાતાકીય પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક વર્ગો પ્રારંભ