GPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

1873
janral nolegh.jpg

પંચાયતી રાજ – ૨
૪૧.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હશે ?
-પ સભ્યો
૪ર.ગુજરાત પંચાયત ધારાની કલમ ૯માં શાની જોગવાઈ છે ?
-ગ્રામ પંચાયતની રચનાની 
૪૩.સરપંચને કોના દ્વારા ચૂંટવામાં આવે છે ?
-મતદાર દ્વારા
૪૪.તાલુકા પંચાયત માટે એક લાખની વસ્તી માટે કેટલા સભ્યો રાખવામાં આવે છે ?
-૧પ સભ્યો 
૪પ.જિલ્લા પંચાયત માટે ચાર લાખની વસ્તી માટે કેટલા સભ્યો રાખવામાં આવે છે ?
-૧૭ સભ્યો
૪૬.સરપંચ/ઉપસરપંચશ્રી બંને હોદ્‌ા ખાલી પડે તો કોની નિમણૂક કરવામાં આવે છે ?
-વહીવટદાર
૪૭.સામાન્ય સભામાં રજૂ કરવાના પ્રશ્નો માટે કેટલા દિવસની લેખિત નોટિસ આપવાની જોગવાઈ છે?
-સાત દિવસની
૪૮.સભાના કોરમ માટે કુલ સભ્ય સંખ્યાનાં કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે ?
-૧/૩
૪૯.પ્રથમ પેઢીની પંચાયતી રાજ સંસ્થાઓ કયારે પડી ભાંગી ?
-૧૯૪૭-૬૭
પ૦.લોકશાહી વિકેન્દ્રીકરણને બદલે જવાહરલાલ નહેરુએ કયો શબ્દ આપ્યો ? 
-પંચાયતી રાજ
પ૧.ગ્રામ પંચાયતનો વડો કોને કહેવાય છે ?
-સરપંચ
પર.જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને કોની સાથે સરખાવે છે ?
-મંત્રીમંડળ
પ૩.પંચાયતી રાજનું બુનિયાદી એકમ કયું છે ?
-ગ્રામસભા
પ૪.ગ્રામસભાનો અધ્યક્ષ કોણ ગણાય છે ?
-સરપંચ
પપ.ગ્રામ પંચાયતના નોંધાયેલ મતદારોનું મંડળ કોને કહેવાય છે ?
-ગ્રામ સંસદ
પ૬.જે તે પંચાયતના પ્રાદેશિક ક્ષેત્રને શું કહેવાય છે ?
-પંચાયત વિસ્તાર
પ૭.કંઈ ભાવના ભારતમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે ?
-પંચ ત્યાં પરમેશ્વર
પ૮.બળવંતરાય મહેતા સમિતિએ કેટલા સ્તરની પંચાયત રાખવાનું સૂચવ્યું ?
-ત્રિસ્તરીય
પ૯.અશોક મહેતા સમિતિએ કેટલા સ્તરની પંચાયતી રાખવાનું સૂચવ્યું ?
-બે સ્તરનું 
૬૦.જી વી કે રાવ સમિતિની રચના કયારે કરવામાં આવી ?
-ઈ.સ.૧૯૮પ
૬૧.જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે ?
-પાંચ વર્ષ
૬ર.તાલુકા પંચાયતની મુદત કેટલી હોય છે ?
-પાંચ વર્ષ
૬૩.ગ્રામ પંચાયતની મુદત કેટલી હોય છે ?
-પાંચ વર્ષ
૬૪.ગ્રામ પંચાયતમાં મહિનામાં કેટલી બેઠક હોય ?
-એક
૬પ.તાલુકા પંચાયતમાં મહિનામાં કેટલી બેઠક હોય છે ?
-ત્રણ માસે એક
૬૬.ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ?
-તલાટી
૬૭.તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
-તાલુકા વિકાસ અધિકારી
૬૮.જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
-જિલ્લા વિકાસ અધિકારી
૬૯.એલ.એમ.સિંઘવિ સમિતિ કયારે રચાઈ ?
-ઈ.સ.૧૯૮૬
૭૦.ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ નીમે છે ?
-સરકાર
૭૧.ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?
-ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ ૩૧
૭ર.ગ્રામ પંચાયતની ચૂંટણી કયારે થાય છે ?
-દર પાંચ વર્ષે
૭૩.સભ્ય અને સરપંચની લાયકાત કેટલી છે ?
-ર૧ વર્ષથી ઓછી
૭૪.પંચાયતનો સભ્ય કોને રાજીનામું આપે છે ?
-સરપંચને
૭પ.સરપંચ કે ઉપસરપંચ કોને રાજીનામું આપે છે ?
-તાલુકા પંચાયત પ્રમુખ
૭૬.ગ્રામ પંચાયતની કેટલી બેઠકો મહિલા અનામતો રાખાયો છે ?-
-૧/૩
૭૭.પ્રશ્ન પૂછવા માટે સભ્યોને કેટલા સમય પહેલા જાણ કરવી પડે છે ?
-સાત દિવસ અગાઉ
૭૮.પંચાયતી રાજનું હ્યદય કોણ ગણાય છે ?
-ગ્રામસભા
૭૯.વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભા યોજવી જોઈએ ?
-બે વાર
૮૦.ભારત સરકારે કયા વર્ષને ગ્રામસભા વર્ષ જાહેર કર્યુ ?
-૧૯૯૯-ર૦૦૦

Previous articleકોંગી ધારાસભ્યોના સસ્પેન્શન મુદ્દે ભાજપ-કોંગીમાં સમાધાન
Next articleગાંધીનગરમાં ૩ હજાર ચકલી ઘરના વિતરણ સાથે “હેપ્પી સ્પેરો વિક”નું સમાપન