ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ ઝડપાયો

759

ભાવનગર સહિત નજીકના જીલ્લાઓમાંથી તડીપાર થયેલ ઇસમને આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી મજકુર સામે હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.  એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે (૨) વર્ષ માટે તડીપાર થયેલ ઇસમ હિંમતભાઇ લાભુભાઇ ચારોલીયા ઉ.વ.૨૨ રહેવાસી ગામ રતનપર (ગા) તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર જોડાયા હતા

Previous articleગીર સોમનાથ જિલ્લામાં પોષણ અભિયાનની ઠેર-ઠેર ઉજવણી
Next articleપ્રિયંકા ચોપડા લગ્ન બાદ હવે બોલ્ડ ઇમેજમાં આવી ચુકી છે