છપાક બાદ દિપિકા પિરિયડ ડ્રામા ફિલ્મ દ્રોપદીમાં રહેશે

530

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઓ પૈકી એક દિપિકા હવે દ્રોપદી ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. આ ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ તે ભારે ખુશ અને ઉત્સુક દેખાઇ રહી છે. બોલિવુડની ડિમ્પલ ગર્લ દિપિકાનુ કહેવુ છે કે પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ તે ભારે ખુશ છે. તે દ્રોપદીની ભૂમિકાને અદા કરવા માટે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે ફિલ્મી કેરિયરમાં આ પ્રકારની ભૂમિકા કરવાની તક વર્ષોમાં મળે છે. સાથે સાથે ખુબ ઓછી સ્ટારને આ પ્રકારના મોટા રોલની ઓફર કરવામાં આવે છે. તે પોતે પણ ફિલ્મને લઇને ખુબ ઉત્સુક છે. તે રોલને લઇને ગર્વ અને સન્માનની ભાવના અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે મહાભારત અમારી પૌરાણિક કથા અને સાંસ્કૃતિક પ્રભાવ છોડે છે. આને નવા દ્રષ્ટિકોણ સાથે રજૂ કરવાની બાબત પણ ખુબ ઉપયોગી છે. ફિલ્મ માટે કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ નિર્માતા દ્વારા નોવેલના અધિકારો મેળવી લેવામાં આવ્યા છે. આ નોવેલ પરથી જ ફિલ્મની પટકથાને લખવામાં આવનાર છે. ફિલ્મને કેટલાક પાર્ટમાં બનાવવામાં આવનાર છે. તેના પ્રથમ ભાગને વર્ષ ૨૦૨૧માં દિવાળી પર રજૂ કરવાની યોજના રાખવામાં આવી છે. દિપિકા છેલ્લે છપાક ફિલ્મમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર વિવાદના કારણે અપેક્ષા કરતા ઓછી સફળ રહી હતી. હવે તે કપિલ દેવની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા નાની છે પરંતુ ફિલ્મમાં તેના પતિ રણવીર સિંહની ભૂમિકા છે. તેની પાસે મોટા બજેટની ફિલ્મ આવી રહી છે.

Previous articleપ્રિયંકા ચોપડા લગ્ન બાદ હવે બોલ્ડ ઇમેજમાં આવી ચુકી છે
Next articleનેહા શર્મા હાલમાં સંપૂર્ણપણે ફ્લોપ રહી : કોઇ ફિલ્મ નથી