ગાંધીનગરની બીબીઍ કૉલેજ દ્વારા અદાણી ગ્રૂપ ઓફ ઇંડસ્ટ્રીસ સંચાલિત મુન્દ્રા બંદર ની સફળતા પૂર્વક બે દિવસીય ઔધોગીક મુલાકાત

6113

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) કૉલેજ નાં
વિદ્યાર્થીઓની સાતત્ય પૂર્ણ દરેક સેમેસ્ટરમાં ઇંડસ્ટ્રિયલ વિઝિટ નું આયોજન થઈ રહ્યુ છે. જેનાથી વિદ્યાર્થીઓ
ને વ્યાવસાયિક ક્ષેત્ર નાં તમામ પાસાઓ સમજવામાં સરળતા રહે છે. સેમેસ્ટર-૬ નાં ૧૧૬ વિદ્યાર્થીઓઍ
કચ્છ જીલ્લામાં આવેલ મુન્દ્રા પોર્ટ.ની બે દિવસીય મુલાકાત લીધી હતી. સાંપ્રત સમયમાં મેનેજમેન્ટનાં
વિદ્યાર્થીઓની માંગ દરેક ક્ષેત્રમાં છે. ત્યારે ઉપરોક્ત વિઝિટનું મહત્વ સ્કીલ ડેવલોપમેન્ટ તેમજ ઔધોગિક
ક્ષેત્રના અનુભવ બાબતે વધી જાય છે.આજે પોર્ટ મેનેજમેન્ટમાં પણ રોજગારીની અનેક તકનું સર્જન થઈ રહ્યુ
છે. અદાણી ગ્રૂપ ઓફ ઇંડસ્ટ્રીસ આજે સમગ્ર ભારતમાં વટવૃક્ષ બની ચૂકી છે. ૨૧ વર્ષ પૂર્વે કંપનીઍ અંહી
વ્યવસાય ની શરૂઆત કરી હતી ત્યારે ફક્ત ૨ જેટી થી શરૂઆત કરી આજે વૈશ્વિક સ્તરે નામના ધરાવતી કંપની
બની ચૂકી છે. અદાણી ગ્રૂપ ઓફ ઇંડસ્ટ્રીસ ખૂબ ઝડપથી વિકસી સમાજ સમક્ષ ઔધોગીક ક્ષેત્રે સફળતાનું ઉદાહરણ
પૂરુ પાડી રહ્યુ છે. ઔધોગીક ક્ષેત્રની મુલાકાત પહેલા શ્રી પૂરુરાજસિંહ ઝાલા સાહેબે અદાણી ગ્રુપ વિષે સંપૂર્ણ
માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કુલ પાંચ ઔધોગીક ક્ષેત્રની મુલાકાત લેવામાં આવી હતી જેમા ૧૩૭ સ્કવેર
કિલોમીટર SEZ તેમજ ૯ સ્ક્વેર કિલોમીટર વેસ્ટ પોર્ટની મુલાકાત લીધી હતી, જેમા વિદ્યુત પ્લાન્ટ, ઓઈલ
રીફાઈનરી પ્લાન્ટ તેમજ મુખ્ય પોર્ટનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે શ્રી મનોહરસિંહ ગોહિલ વિદ્યાર્થીઓની સાથે
રહી અદાની પોર્ટના વિવિધ કાર્યો, પોર્ટનું ભારત દેશના વિકાસમા મહત્વ, તેમજ પોર્ટનું સચાલન અને
વહીવટ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને પોર્ટની મુલાકાત દરમિયાન ઊંડાણપૂર્વક સમાજ
આપી હતી.
અદાણી ગ્રૂપ ઓફ ઇંડસ્ટ્રીસનાં સ્વપ્ન દ્રષ્ટા તેમજ સફળ ઉદ્યોગપતિ શ્રી ગૌતમભાઈ અદાણીએ જેવી રીતે
સફળ ઉદ્યોગ સાહસિક બની ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વને અર્થતંત્ર મજબુત કરવા રાહ બતાવી એ સંદેશ
આજે ભારત દેશના સંચાલન ક્ષેત્રે અભ્યાસ કરતા તમામ યુવાનોને મળે, તેઓ રૂબરૂ આવી પ્રાયોગીક
તાલીમ મેળવે તેમજ સમાજ,રાષ્ટ્ર અને વિશ્વને આવી તેઓશ્રીની જેમ ભેટ અર્પણ કરે તે માટે શ્રી
ગૌતમભાઈ અદાણીએ કચ્છ-મુન્દ્રામાં અનેક શૈક્ષણીક સંસ્થાઓના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ પ્રાયોગીક
તાલીમ મેળવે તે હેતુથી ત્યાં રહેવા જમવા તેમજ આવવા તેમજ જવા માટે ખુબજ સુંદર વ્યવસ્થાનું
આયોજન કર્યું છે. અત્યારસુધીમાં હજારો શાળા તથા કૉલેજ મળી ને તેના બે લાખ થી વધારે વિદ્યાર્થીઓ
અદાણી ફાઉંડેશન દ્વારા ચાલતા ઉડાન પ્રૉજેક્ટ હેઠળ પ્રાયોગિક તાલીમ મેળવી ચૂક્યા છે.
પ્રથમ દિવસે અદાણી પોર્ટ & SEZ ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ અદાણી વિલમાર કંપની
દ્વારા અંહી અલગ અલગ સન ફ્લાવર,ગ્રાઉંડ નટ ઓઈલ તેમજ સૉયાબીન ઓઈલ, વનસ્પતી ઘી નું
રીફાઈન થાય છે. અંહી કાચો માલ ક્યા થી આવે છે. તેમજ તમામ પ્રોસેસ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં
આવી હતી ખાધ્ય તેલ ની સંપૂર્ણ પ્રોસેસ વિદ્યાર્થીઓ ને ખૂબ સુંદર રીતે સમજાવવા માં આવ્યુ હતુ. અંહી આવેલ
શાંતિનાથ મહાદેવ નાં દર્શન નો મોકો વિદ્યાર્થીઓ ને મળ્યો હતો અને સાંજે સમૂહ આરતી માં ભાગ લીધો હતો. જે
દરેક માટે ઍક અદભૂત લહાવો હતો. શાંતિ વિહાર માં શ્રી ચંદ્રકાંત પંડ્યા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને રાત્રે ભોજન

બાદ સાંસ્કૃતીક કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થા કરી આપી અને કાર્યક્રંમા પણ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમ માં
કંપની તરફ થી ચન્દ્ર્કાંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમગ્ર અદાણી ગ્રૂપ ઓફ કંપની બાબતે અત્યંત
ઉપયોગી માહિતી ઉંડાણ પૂર્વક આપી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ માં હાજર રહી વિદ્યાર્થીઑ નો ઉત્સાહ વધાર્યો
હતો. સાંસ્કૃતીક કાર્યક્રમ નીં શરૂઆતમાં ક્ડી સર્વ વિશ્વવિદ્યાલયા સંલગ્ન બીબીઍ કૉલેજ વતી ડો. આશિષ ભુવા દ્વારા સર્વ
વિદ્યાલયા કેળવણી મંડળ,ક્ડી સર્વ વિશ્વવિદ્યાલયા તેમજ બી.પી.કૉલેજ ઓફ બિજ઼્નેસ ઍડમીનીસ્ટ્રેશન વિશે માહિતી આપી હતી
તેમજ અદાણી ફાઉંડેશન દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ અદાણી ફાઉંડેશન વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક તાલીમ માટે નીં ઍક પાઠશાળા બની
ચુક્યુ છે તેમ જણાવ્યુ હતુ.સાંસ્કૃતીક કાર્યક્રમ દરમ્યાન બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યુ કે
કૉલેજ દ્વારા આયોજીત આ વિઝિટમાંથી વિદ્યાર્થીઓ ને ખૂબ ઉપયોગી માહિતી મળવાથી તેઓ પ્રેક્ટિકલ જ્ઞાનનો ઉપયોગ બિજનેસ
સ્થાપવા તેમજ અન્ય વ્યાવસાયિક કૌશલ્યનું સિંચન કરશે તેવો વિશ્વાસ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યુ હતુ
કે આ અમારા જીવન ની ઍક અવિસ્મરણીય મુલાકાત હતી. જેમા અમે ક્લાસરૂમ, કૅંપસની બહાર નીકળી દુનિયાનાં પ્રતિષ્ટિત પોર્ટની
મુલાકાત લીધી હતી. બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા બીજા કલ્ચરલ પર્ફૉર્મેન્સ જેવા કે સંગીત વાદન, નૃત્ય અને ગરબા ભજવવામાં
આવ્યા હતા. સાંસ્કૃતીક કાર્યક્રમ નાં અંતમાં ડો. આશિષ ભુવા દ્વારા આભાર વિધિ કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે સવારે શ્રી ચંદ્રકાંત પંડ્યા સાહેબ દ્વારા યોગ,હવા,પાણી, ખોરાક તેમજ લાફિંગ નાં ફાયદા
સમજાવ્યા હતા. જે દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી નીવડશે તેમ વિદ્યાર્થીઓઍ જણાવ્યુ હતુ. ઔધોગિક મુલાકાતનાં
બીજા દિવસે અદાણી વેસ્ટ પોર્ટ તેમજ અદાણી પાવર્ લિમિટેડ કે જે ભારત નો પ્રાઇવેટ ઑનર બેઈઝ પ્રથમ અને ઍશિયા નો બીજા
ક્રમે આવતો પાવર્ પ્લાન્ટ છે કે જે ૪૬૨૦ મેગા વોટ પાવર્ પ્રોડક્ષન નીં ક્ષમતા ધરાવે છે તેની મુલાકાત લીધી હતી, વિદ્યુત
ઉત્પાદન નાં બબ્બે પ્રકાર તેમજ તેના તમામ તબક્કાઑ બાબતે વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માં આવ્યુ
હતુ.વિઝિટ ના છેલ્લા તબક્કામાં અદાણી ફાઉંડેશન વતી પુરુરાજસિંહ ઝાલા ઍ ક્ડી સર્વ વિશ્વવિદ્યાલયા સંલગ્ન
બીબીએ કૉલેજ નાં વિદ્યાર્થીઓનાં સાંસ્કૃતીક કાર્યક્રમ,પ્રાયોગિક તાલીમ માટેનીં ધગશ અને તેના શિસ્ત માટે
અભિનંદન આપ્યા હતા તેમજ તેના ઉજવવળ ભાવી માટે શુભકામના પાઠવી હતી.
આ વિઝિટ ને સફળ બનાવવા માટે સંસ્થા નાં આચાર્ય ડૉ.રમાકાન્ત પૃષ્ટી, પ્લેસમેંટ અને ટ્રેનિંગ સમિતિ નાં
હેડ ડૉ જયેશ તન્ના, પ્રો.આશિષ ભુવા અને પ્રો.જાનકી દવે દ્વારા સંપૂર્ણ જવાબદારી નીભાવવામાં આવી હતી.

Previous articleસમૂહ માધ્યમો કેવળ મનોરંજન માટે નહીં,પણ માનવીય અભિગમના પ્રસાર માટે ય ઉપયોગી માધ્યમ : જય વસાવડા
Next article૩૧મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા સંપન્ન