ગુજરાત સરકાર દ્વારા “સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા હેકાથોન ૨૦૧૮”ની થીમ પર મેગા ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં ગુજરાતના ૧૫ જિલ્લાની ૧૧ યુનિવર્સીટીના ૧૫૦ ટીમમાં કુલ ૯૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સરકારના વિવિધ ૧૭ ડીપાર્ટમેન્ટ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં સ્પોટ્ર્સ, યુથ અને કલ્ચર કેટેગરીમાં કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એલ ડી આરપી કોલેજના વિદ્યાર્થીને ૫૦ હજારનું ઇનામ પ્રાપ્ત થયુ હતું.
વિદ્યાર્થીને કોલેજના પ્રોફેસર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. પ્રિન્સિપાલ ગાર્ગી રાજપરા એ કહ્યુ હતું કે, ગુજરાતમાંથી ૯૧૭ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં આ ૧૭ ડીપાર્ટમેન્ટ પૈકી સ્પોટ્ર્સ, યુથ અને ક્લચર કેટેગરીમાં એલડીઆરપી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચના કોમ્પ્યુટર અને આઈટી વિભાગ છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેને રૂપિયા ૫૦,૦૦૦નું ઇનામ પ્રાપ્ત કરેલ છે. આ ઇનામ વિદ્યાર્થીઓને કેબિનેટ મંત્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એનાયત થયો હતો.