સુરતની મોનીકા એમ.નાગપુરે ૩૧ મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી. મોનીકાએ આદ્રીથી વેરાવળ બંદર સુધી ૧૬ દરિયાઇ નોટીકલ માઇલનું અંતર ૪ કલાક ૩૯ મીનીટ અને ૦૦ સેકેન્ડમાં પૂર્ણ કર્યું હતું. મોનીકાએ જણાવ્યું હતું. કે, આજે સમુદ્ર શાંત હોવાથી સરળતાથી સ્વીમીંગ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ તરણ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોએ ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો. મોનિકાનો જુસ્સો જોઇ વેરાવળનાં સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લઇ ગૈારવની લાગણી વ્યક્ત કરી હતી.