હરિઓમ આશ્રમ દ્રારા ૩૧મી વીર સાવકર ભારતીય તરણ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ નંબરે ત્રશ્ર્વીક ભાજીવાલા અને બહેનોમાં મોનીકા નાગપુરેને રૂા.૫૧ હજાર, બીજા નંબરે ભાઈઓમાં ઉન્મીષ સુરતી અને બહેનોમાં દર્શના સેલરને રૂા.૩૧ હજાર અને ત્રીજા નંબરે ભાઈઓમાં કપીલ ભાવસાર અને બહેનોમાં મેહાલી ભાજીવાલાને રૂા.૨૧ હજારનો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સમસ્ત ખારવા સમાજ વેરાવળ દ્રારા પ્રથમ નંબરે રૂા.૨૦૦૦, બીજા નંબરને રૂા.૧૫૦૦ અને તમામ સ્પર્ધકોને રૂા.૧૦૦૦ તેમજ બાબુભાઈ ત્રિકમ આગીયા અને જીવાભાઈ ચોમલ દ્રારા પણ તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.