ભાવનગર શહેર માં CAA ના સમર્થનમાં વિશાલ રેલી નું આયોજન કરવામાં આવી હતી.કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા અધિકાર કાયદો સી.એ.એ. બીલ મંજુર કરવામાં આવ્યું. દેશમાં કાયદાના વિરોધમાં દેખાવો, તોડફોડ, બાળઝાળ, બંધ સહિતના બનાવો બન્યા હતા ત્યારે ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય એકતા મંચનાં બેનર હેઠળ આજે સી.એ.એ. ના સમર્થનમાં વિશાળ જન સમર્થન રેલી કાઢવામાં આવી હતી જેને પ્રચંડ સમર્થન મળ્યું હતું.
રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા આજે સવારે એવી સ્કૂલ મેદાન ખાતેથી જન સમર્થન રેલીનો પ્રારંભ કરાયો હતો જેને રાજ્યનાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપના પ્રભારી મહેશભાઇ કસવાલા, શહેર પ્રમુખ સનતભાઇ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનભા મોરી સહિત આગેવાનો તેમજ ઉધોગપતિઓ, વેપારીઓની ઉપસ્થિત આગેવાનો એ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે બીજી રેલી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતમાં મારુતિ ઈમપેક્સ બોરતળાવ ખાતેથી નિકળી હતી.આ રેલીમાં રત્નકલાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રેલીમાં હજારો લોકો તિરંગા સાથે જાડાયા હતા.
એવી. સ્કૂલ મેદાન ખાતેથી નિકળેલી જન સમર્થન રેલી, નવાપરા, ભીડભંજન મહાદેવ મોતીબાગ થઇ જશોનાથ સર્કલ પહોંચેલ જ્યારે બીજી રેલી બોરતળાવથી નિકળી કુમુદવાડી, માધવ કોમ્પ્લેક્ષ, નિર્મળગનગર, નિલમબાગ, એસ.ટી.સ્ટેન્ડ, પાનવાડી થઇને જશોનાથ ચોક પહોંચેલ જ્યાં બંન્ને રેલી એક થઇને આગળ વધીને ગંગાજળીયા તળાવ, ઘોઘાગેઇટ ચોક, હાઇકોર્ટ રોડ, હલુરીયા ચોક થઇને ક્રેસન્ટ સર્કલે પહોંચી હતી. જેમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
શહેરમાં નિકળેલી જન સમર્થન રેલીમાં સમગ્ર રૂટ પર કમાનો, ધજા, પતાકા લહેરાયા હતા. જ્યારે ઠેર-ઠેર વિવિધ સંગઠોનો, સંસ્થાઓ, તેમજ જ્ઞાતી મંડળો અને વેપારીઓ દ્વારા અબીલ-ગુલાલ તથા પુષ્પ વર્ષા સાથે રેલીનું સ્વાગત ક રીને સમર્થન આપ્યું હતું. સી.એ.એ. ના સમર્થનમાં નિકળેલી આ રેલીમાં ભાવનગર ના ઉધોગપતિઓ, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના હોદેદ્દારો, શૈક્ષણીક સંસ્થાના વિધાર્થીઓ તેમજ ભાજપના આગેવાનો, સહિત નગરજનો વિશાળ સંખ્યામાં જાડાયા હતા. આ રેલી એક કી.મી. ઉપરોક્ત લાંબી રહેવા પામી હતી.
જન સમર્થન યાત્રાનાં રૂટ ઉપર આવતી મહાપુરુષો અને શહીદો, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ડો. બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓને આગેવાનો દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી જ્યારે રેલીનાં છેવાડે મહાપાલિકાના સફાઇ કામદારો દ્વારા રેલી પસાર થયા બાદ તુરંત જ સફાઇ કરીને સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. જ્યારે લીમાં ડી.વાય.એસ.પી. મનિષ ઠાકરની આગેવાની હેઠળ મસમોટા પોલીસ કાફલાએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આમ સી.એ.એ.ના સમર્થનમાં નિકળેલી રેલીને પ્રચંડ સમર્થન મળ્યું હતું.