બોલિવુડ ટેકનોલોજી મામલે ખુબ પાછળ નથી જ : તાપ્સી

523

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી તાપ્સી પન્નુ કેટલાક પ્રોજેક્ટો ધરાવે છે. આ સંદર્ભમાં વાત કરતા તાપ્સીએ કહ્યું છે કે, રશ્મી રોકેટ ફિલ્મને લઇને હજુ તે દુવિધામાં છે. જો કે, આ ફિલ્મ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ફિલ્મ કરવા ઇચ્છુક છે પરંતુ નિર્માતાઓ સાથે હજુ વાતચીત ચાલી રહી છે. ફિલ્મમાં તેની સાથે આયુષ્યમાન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાનાને લેવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને તેની પણ નિર્માતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તાપ્સી પન્નુએ કહ્યુ છે કે ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મ મંગલ મિશનમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. ફિલ્મને મોટી સફળતા મળી ચુકી છે. તેનુ કહેવુ છે કે ભારતીય ફિલ્મો અને બોલિવુડ ફિલ્મો ટેકનોલોજીમાં પાછળ છે તે બાબત આધારવગરની છે. તેનુ કહેવુ છે કે અમે ટેકનોલોજીમાં બિલકુલ પાછળ નથી. જો કે અમને તકલીફ બજેટને લઇને આવી રહી છે. કારણ કે ત્યાં ફિલ્મનુ જેટલુ બજેટ રાખવામાં આવે છે તેટલા બજેટમાં તો અમે મંગળ ગ્રહ પર સેટેલાઇટ મોકલી ચુક્યા છીએ. તાપ્સીનુ કહેવુ છે કે અમારી સૌથી મોટી સમસ્યા મર્યાદિત સ્ક્રીન અને થિયેટરને લઇને છે. જેથી બજેટ પણ મર્યાદિત થઇ જાય છે. જેથી અમારા વિજ્યુઅલ ઇફેક્ટ એટલા સારા રહેતા નથી. હોલિવુડની ફિલ્મોમાં જે વિજ્યુઅલ ઇફેક્ટ હોય છે તે બોલિવુડ ફિલ્મમાં દેખાતા નથી તે મોટુ આ કારણ છે. જો કે હેરાની કરનાર વાત એ છે કે પશ્ચિમમાં વધારે પ્રમાણમાં ફિલ્મોમાં વિજ્યુઅલ ઇફેક્ટ પર કામ કરનાર કલાકારો ભારતીય હોય છે. તાપ્સીએ કહ્યુ છે કે અવતાર અને એવેન્જર્સ ફિલ્મને જોવામાં આવે તો જોઇ શકાય છે કે વિજ્યુઅલ ક્રેડિટ્‌સ પર ભારતીયોના નામ જ હોય છે. ટેકનોલોજીના મામલે અમારા કરતા વધારે હોશિયાર કોઇ નથી. તાપ્સી મિશન મંગલમાં શાનદાર રોલ કરી ગઇ હતી. તાપ્સી બોલિવુડમાં અનેક એક્શન ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેની એકપછી એક સુપરહિટ સાબિત થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે સ્પેસ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક હતી જેથી કામ કરવા તૈયાર થઇ હતી. તાપ્સી હાલમાં કેટલીક સારી ફિલ્મ ધરાવે છે. ટેકનોલોજીનો ઉપયોગ ફિલ્મમાં વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Previous articleકુછ કુછ હોતા હેની રીમેકમાં રણવીર સિંહ રહેશે : રિપોર્ટ
Next articleત્રીજા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦માં પાટણ જિલ્લાને રાષ્ટ્રીય મળ્યા સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ