ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ તથા કાર્ટીસ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપાયો

659

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નાઓએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી શબ્બીરહુસેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૫ ધંધો-વેપાર, રહેવાસી-રૂવાપરી રોડ, મોમીનવાડ, મસ્જીદવાળા ખાંચામાં, ખુશ્બુ ડેરી પાસે ભાવનગર વાળાને દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૩, કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે સાંઢીયાવાડ, મેમણ જમાતખાના પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમાં ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleત્રીજા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦માં પાટણ જિલ્લાને રાષ્ટ્રીય મળ્યા સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ
Next articleપાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો