ભાવનગર શહેરમાં વર્ષો બાદ બ્રહમાકુમારીઝ ભાવનગર દવારા જવાહર મેદાન ખાતે અલવિદા તનાવ શિબિરનું આયોજન

594

ભાવનગર શહેરમાં વર્ષો બાદ બ્રહમાકુમારીઝ ભાવનગર દવારા અલવિદા તનાવ શિબિર તા. ૮-૨-૨૦૨૦ થી ૧૮-૨-૨૦૨૦ દરમિયાન સમય સાંજે ૮ થી ૯.૩૦ સુધી સ્થળ જવાહર મેદાન, રીલાઇન્સ મોલ, સામે ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે કુશળ વકતા બ્રહમાકુમારી પુનમબેન, (સી.એસ.) હાજર રહેશે. ઉદધાટન કાર્યક્રમમાં ઉદધાટક તરીકે મહીપતસિંહ ચાવડા, વાઇસ ચાલ્સલર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. મુખ્ય મહેમાન ડો. હેમંત મહેતા. ડીન ‘ મેડીકલ કોલેજ, મુકેશ જોધવાણી અગ્રગણ્ય વ્યાપારી, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થીત રહેશે. જયારે આર્શીવચન રાજયોગીની બ્રહમાકુમારી તૃપ્તિબેન સંચાલિકા ભાવનગર સબઝોન, આપશે. આ શિબિરમાં ખુશીની પ્રાપ્તી, એકલાપણું તેમજ ડીપ્રેશનની સમાપ્તિ, રોગ મુકિત સબંધોમાં મધુરતા ,જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના સોનેરીસુત્રો,મનોબળ વૃધ્ધિ વિષયો પર અનુભવ યુકત વકતવ્ય આપવામાં આવશે. પ્રત્યેક દિવસે મેડીટેશન ધ્યાન ની ગહન-દિવ્ય અનુભુતિ કરાવવામાં આવશે. વધુંમા પ્રત્યેક દિવસે ઉત્સવ ઉજવવામાં આવશે શુભભાવના દિવસ, ખુશીનો ઉત્સવ, આનંદ ઉત્સવ, મહાવિજય ઉત્સવ, અલૌકીક જન્મોત્સવ, ગુડ બાય ટેન્શન વિષયોને આવરીલેવામાં આવશે. આ વિના મુલ્યે અલવિદા તનાવ શિબિરમાં ભાવેણાની જનતાને લાભ લેવા સંસ્થાના બ્રહમાકુમારી તૃપ્તિબહેને જણાવેલ છે.

Previous articleપાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
Next articleદૃઢ આશરો-સાધુ સર્વકુશલદાસ(વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૪૨ )