ફિટ ઇન્ડિયા મિશનના ભાગરૂપે ગઢડા આઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ અને સ્ટાફ પરિવારના ફિટનેસ માટે ફેબ્રુઆરી 4થી 5 સુધી એમ બે દિવસીય યોગશિબિરનું આયોજન કરવામાં આવેલું .. આ શિબિરનું આયોજન ” યોગ એન્ડ કલચલર ઓફ ગુજરાત” ના જનરલ સેક્રેટરી, એશિયન યુનિયન ઓફ યોગ ન્યૂદિલ્હી ના વાઇસ પ્રેસિડેન્ટ, લકુલીશ ઇન્ટરનેશનલ યોગ ઇન્સ્ટિટ્યૂટ ના વાઇસ પ્રેસિડેન્ટ એવા જાણીતા યોગચાર્યશ્રી ડો.આર.જે.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું.
જેમાં વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયામ અને તેના નિયમો, શરીરના ચક્રો, કપાલભાતિ,ઓમકાર વગેરે વિશે તેમજ જીવનમાં નિયમિત રીતે અપનાવવાથી કેટલા લાભો થાય છે, શારીરીક અને માનસીક શાંતિ માટે યોગનું મહત્ત્વનું શુ છે તે માટે ગહન વ્યાખ્યાન આપ્યુ. આ શિબિરમાં સંસ્થાના તાલીમાર્થીઓને અને સ્ટાફ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. યોગ શિબિરના અંતે ડો.આર.જે.જાડેજાનું શાલ ઓઢાડીને આઈટીઆઈ સંસ્થાવતી સન્માન કરવામાં આવ્યું.
વધુમાં આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબે સંસ્થાના તાલીમાર્થીઓને યોગને જીવનમાં અપનાવવા સંકલ્પ લેવડાવેલ અને દર વર્ષે આવી શિબિર યોજાય તેવા પ્રયાસો કરવામાં આવશે એવું જણાવેલ છે.
તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી