ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીનાઓએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઈસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ હોય જેના ભાગરૂપે મહુવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઈન્સ. એસ.એન.બારોટ સા.ની સુચના મુજબ ડી-સ્ટાફ પો.સબ ઈન્સ. જી.એ.બીલખીયા સા. તથા અલ્તાફભાઈ ગાહા તથા રાજુભાઈ વાઘેલા એ રીતે પેટ્રોલિંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે જતીનભાઈ સુરેશભાઈ ગુજરીયા,જાતે.કોળી,રહે.મહુવાવા ળાને એક રીવોલ્વર કી.રૂ.૫૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૦૬,કી.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૫૦,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધમા મહુવા પોલીસ સ્ટેશનમા આર્મ્સ એક્ટ તળે પી.એસ.આઇ . જી.એ.બીલખીયા એ ગુન્હો રજી. કરાવેલ છે. આ કામે પકડાયેલ આરોપી ની પુછપરછ દરમ્યાન સદરહુ રીવોલ્વર બાબુભાઇ રુખડભાઇ ભાદરકા રહે.કોદીયા વાળાઓ ની હોવાનુ જણાવેલ છે આ કામે વિશેષ તપાસ ચાલુ છે.
આ કામગીરીમા મહુવા પો.સ્ટે.ના ડી-સ્ટાફ પો.સબ.ઈન્સ. જી.એ.બીલખીયા સા. તથા હેડ કોન્સ. વિ.એન.રાણા તથા પો.કોન્સ.અલ્તાગભાઈ ગાહા તથા રાજુભાઈ વાઘેલા તથા પ્રકાશભાઈ કાચરીયા તથા વિરૂભાઈ પરમાર રોકાયેલ હતા આ કામની આગળની તપાસ પો.સબ ઈન્સ. જી.એ.બીલખીયા સા.નાઓ ચલાવી રહ્યા છે.