ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા.બાતમી રાહે હકીકત મળેલ કે,મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી રહે.વિધ્યાનગર,મહુવા વાળો તેના મકાને પરપ્રાન્તીય ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ, જેનુ નામ ઠામ પુછતા મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.પ્લોટ નં.બી/૭, વિધ્યાનગર,મહુવા વાળો હોવાનુ જણાવેલ જેના મકાનની ઝડતી તપાસ કરતા તેના મકાનેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ઓફિસર ચોઇસ બ્લુ પુરે ગરૈન વ્હીસ્કી ૭પ૦ એમ.એલ.ની ઔરંગાબાદ બનાવટની કંપની સીલપેક બોટલ નંગ- ૨૦ કિ.રૂ.૬,૪૦૦/- તથા એલીફન્ટ સ્ટ્રોન્ગ કાર્લ્સબર્ગ બીયર ટીન નંગ-૬૩ તથા કિંગ ફિશર સ્ટ્રોન્ગ બીયર ટીન નંગ-૪૮ મળી કુલ બીયર ટીન નંગ-૧૧૧ કિ.રૂ.૧૧,૧૦૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૫૦૦/- મળી આવતા મજકુર ઇસમે વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ , ૧૧૬બી, મુજબ ગુન્હો કરેલ હોય, જેથી તેના વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.