ભાવનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગર ભાવનગર દ્વારા શનિવારના રોજ CAA ના સમર્થનમાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં હતાં.
આ પોસ્ટકાર્ડ માં અખંડ ભારત અભિયાન C A A સમર્થનમાં ભાવનગર ના જાગૃત નાગરિકો, હરિભક્તો રાષ્ટ્રપ્રેમી વાલીઓ તેમજ સમસ્ત ગુરુકુલ પરિવાર દ્વારા લખાયેલા 100000 (એક લાખ)થી વધુ પોસ્ટ કાર્ડ
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ને અર્પણ કરી તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને સંબોધી ને લખવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલકો દ્વારા સારી જેહમત ઉઠાવી હતી.