રાજુલા ખાતે બાવળીયા વાડી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે ભોજન સમારંભમાં પ૦ વ્યક્તિઓને ફુડ પોઈઝન, ઝાડા-ઉલ્ટીઓ તથા દોડધામ મચી અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં તાત્કાલિક દાખલ કરાયા. સીવીલ હોસ્પિટલના જેઠવા દ્વારા સારવાર શરૂ કરાઈ હતી.
રાજુલાના બાવળીયાવાડી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે ગયેલ ૧પ૦ વ્યક્તિઓમાં પ૦ વ્યક્તિઓને કોઈ ઝેરી અસર થતા ઝાડા-ઉલ્ટી થવા લાગતા ગુજ્જર કુંભાર જ્ઞાતિના આ ધાર્મિક પ્રસંગમાં આવેલ તમામને અલગ હોસ્પિટલોમાં જ ૪૦ જેટલા ફુડ પોઈઝીંગવાળા દર્દીઓને હોસ્પિટલના ડોક્ટર જેઠવા કલસરીયા એમ.બી.બી.એસ. ડોક્ટર અને નર્સ સ્ટાફની તમામ બહેનોમાં પણ દોડધામ મચી એકી સાથે ૪૦ દર્દીઓને સારવાર કરવી મુશ્કેલ હતી. તેમ છતાં સારવારથી તમામ દર્દીઓને રાહત થવા લાગી છે. આ હોસ્પિટલને લોકો રીફર હોસ્પિટલ તરીકે ઓળખે છે. ગમે તે આકસ્મિક દર્દી દાખલ થાય એટલે તાબડતોડ રીફર કરી દેવામાં આવે છે કાં મહુવા અથવા ભાવનગર મોકલી દેવામાં આવે છે. કરોડો રૂપિયાની અદ્યતન હોસ્પિટલ બની છે પણ આજ સુધી હજુ એમ.ડી. ડોક્ટર નથી એટલે તેનો ભોગ બાબરીયાવાડની જનતાને ભોગવવો પડે છે પણ આજે ખરેખર તમામ ડોક્ટરો અને નર્સ સ્ટાફે માનવતા દર્શાવી રંગ રાખ્યો છે.