વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હલી કપુર વર્ષ ૨૦૨૦માં અનેક ફિલ્મોમાં નજરે પડનાર છે. જેમાં ગુન્જન સક્સેના, દોસ્તાના બે ફિલ્મનો સમાવેશ થાય છે. તે હાલમાં જ ઘોસ્ટ સ્ટોરીમાં નજરે પડી હતી. તેની કુશળતાની પણ બોલિવુડમાં નોંધ લેવામાં આવી રહી છે. તે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમોમાં પણ ભાગ્ય અજમાવી રહી છે. મોત પહેલા બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની ઇચ્છા હતી કે તેમના પતિ બોની કપુર પિન્કની તમિળ રીમેક ચોક્કસપણે બનાવે. હવે શ્રીદેવીની આ ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. એવા અહેવાલ મળ્યા છે કે બોની કપુર હવે પિન્કની રિમેક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં જાન્હવી કપુર કામ કરનાર છે. બોનીએ તમામ તૈયારી કરી લીધી છે. બીજી બાજુ જાન્હવી હાલમાં ત્રણ ફિલ્મોમાં નજરે પડનાર છે. જેમાં ગુંજન સક્સેના, દોસ્તાના પણ સામેલ છે. તે તમિળ ફિલ્મમાં કામ કરી રહી છે. જે પિન્કની રીમેક છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકામાં તમિળ સ્ટાર અજિત અદા કરનાર છે. જ્યારે બોની કપુરની પુત્રી જાન્હવીને જ ફિલ્મમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ફિલ્મમાં લીડ રોલ અદા કરવા જઇ રહી નથી પરંતુ તે કેમિયોમાં કામ કરતી નજરે પડનાર છે. ફિલ્મની પટકથા ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જાન્હવી પણ બોલિવુડમાં ધડક ફિલ્મ સાથે એન્ટ્રી કરી ચુકી છે. પિન્ક ફિલ્મની રીમેકનુ નામ એકે ૫૯ રાખવામાં આવ્યુ છે. જાન્હવી કપુર બોલિવુડમાં હાલમાં કેટલીક મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં તે રોલ કરવા માટે આશાવાદી છે. પિન્ક ફિલ્મને લઇને તમામ ચાહકો તરફથી ખુબ સારી પ્રતિક્રિયા મળી હતી. જાન્હવી કપુર હાલમાં બોલિવુડમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે છે.