ભાવનગર તળાજાના દાત્રડ ગામમાં આવેલ વાડીમાં થયેલ વૃધ્ધની હત્યાનો ભેદ તળાજા પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી લીધો. મૂળ જુના સાંગાણા ગામના ખેત મજુર નરશીભાઈ ટપુભાઈ રાઠોડ ઉં.વર્ષ ૮૦ નામના વૃદ્ધ ગઈકાલ રાત્રે વાડીમાં આવેલ પોતાના રહેણાંક ઝુપડે દીકરા તથા જમાઇ સાથે સંયુક્ત માલિકીમાં કુંઢેલી ગામે આવેલ પ્લોટની ભાગ બટાઈ માટે સમાધાન કરવા ભેગા થયેલ તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા પોતાના જ દિકરાએ તેમજ જમાઈ અને પૌત્રએ તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ધા ઝીકી મોત નિપજાવી દીધું હતું