નવ જિલ્લાની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા

587

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. વી.એલ.પરમાર સાહેબ તથા સ્ટાફે સફળ ઓપરેશન કરી રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જીલ્લાની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને ચોરીમાં ગયેલ રીવોલ્વર તથા કાર્ટીસ નંગ-૨૫ સહિત કુલ-૯૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ભાવનગર, કુંભારવાડા, નારી રોડ દસ નાળા નજીકથી એક ડઝનથી વધુ ચોરીના ગુન્હાઓમાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડેલ છે. અને મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો
? આ બનાવની વિગત એવી છે કે, આજરોજ ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. વી.એલ.પરમારના માર્ગદર્શન મુજબ આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફે સફળ ઓપરેશન કરેલ જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના જુદા જુદા પો.સ્ટે.ના અસંખ્ય ચોરીના ગુન્હામા નાસતો ફરતો (વોન્ટેડ) આરોપી (૧) રમજાનભાઇ રહીમભાઇ કુરેશી રહે.મૂળ-બોટાદ (૨) અહેશાનશા ઉર્ફે અમીત શબ્બીરશા દીવાન રહે.મૂળ-રાણપુર જી.બોટાદ વાળા ગેર કાયદે રિવોલ્વર તથા જીવતા કાર્ટીસ સાથે ઉભેલ છે. જે બાતમી આધારે આરોપીઓ
(૧) રમજાનભાઇ રહીમભાઇ કુરેશી જાતે.ફકીર ઉ.વ.૩૧ રહે.મૂળ-બોટાદ ઠે-હરણકુઇ ઇકબાલના ગલ્લાપાસે તા/જી.બોટાદ હાલ રહે.અમદાવાદ ઠે-વેજલપુર સોનલ ચાર રસ્તાપાસે, સોનલ ચોકી પાસે, ઇન્ડીયન ફ્લેટ પાછળની શેરીમા તા/જી. અમદાવાદ
(૨) અહેશાનશા ઉર્ફે અમીત શબ્બીરશા દીવાન જાતે.ફકીર ઉ.વ.૨૮ રહે.મૂળ-રાણપુર ઠે-દેસાઇ વોરાનાચોરા પાસે તા.રાણપુર જી.બોટાદ હાલ-રહે. અમદાવાદ ઠે-વેજલપુર,સોનલ ચાર રસ્તાપાસે, સોનલ ચોકી પાસે, ઇન્ડીયન ફ્લેટ પાછળની શેરીમા તા/જી.અમદાવાદ
? વાળાઓને ચોરીના મુદ્દામાલ રીવોલ્વર તથા કાર્ટીસ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૯૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે અને મજકુર આરોપીઓની પુછપરછ કરતા બન્ને જણાએ તેના સાગ્રીતો સાથે રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે

રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદની કુલ ચોરીઓ-૯
(૧) રાજકોટ ગીત ગુર્જ૨ સોસાયટીમાં એક બંધ મકાનમાં રીવોલ્વર તથા કારતુસ તથા સોના-ચાંદીની વસ્તુ તથા લેપટોપ, વિગેરે ની ચોરી
(૨) વડોદરામાં પાટાવાળી લાઇનમાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા-
૧૫,૦૦૦/- ની ચોરી
(૩) રાજકોટમાં આમ્રપાલી ફાટક પાસેના બંધ મકાનમાંથી એલ.ઇ.ડી. ટીવી, લેપટોપ, સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી
(૪) લીંબડી ખાતે બંધ દુકાનો તથા મકાનોમાંથી ટેબલેટ તથા મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયાની ચોરી
(૫) લીબડી ખાતે ટયુશન કલાસીસમાં રોકડા રૂપિયાની ચોરી
(૬) લીંબડી ખાતે સ્વામીનારાયણ મંદિર પાસેના એક બંધ મકાન રોકડા રૂપિયા તથા બ્લેન્કેટ તથા ધાબળાની ચોરી કરેલ.
(૭) અમદાવાદના રૂપાલ ગામ ખાતે એક બંધ મકાનમાંથી ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ.
(૮) વડોદરા ખાતે બંધ મકાનમાં રોકડ રૂપિયા તથા રમકડા તથા લેડીઝ પર્સની ચોરી
(૯) ગોંડલ ચાર રસ્તા પાસે બંધ મકાનમાં રોકડા રૂપિયા તથા ચાંદીના ઘરેણાની ચોરી

? આરોપી રમજાન રહીમભાઇ કુરેશી ભાવનગર શહેરના નિલમબાગ તથા ઘોઘારોડ તથા બોરતળાવ તથા ભરતનગર પોલીસ સ્ટેશન સહિત કુલ-૧૩ ચોરી/ગેંગ કેસના ગુન્હામાં વોન્ટેડ છે. તેમજ આરોપી અહેસાનશા ઉર્ફે અમીત શબ્બીરશા દીવાન નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના ગુન્હામાં વોન્ટેડ છે.
? આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ. વી.એલ.પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા બાબાભાઇ આહીર તથા ટી.કે.સોલંકી તથા અર્જુનસિંહ ગોહીલ પોલીસ કોન્સ. નિતિનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા જગદેવસિંહ ઝાલા તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

Previous articleતળાજાના દાત્રડ ગામમાં થયેલ વૃધ્ધની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી લીધો
Next articleસાંઢીયાવાડ બામીયાપીરની દરગાહ પાસેથી જુગાર રમતા આઠ ઈસમને રોકડ રૂ.૨૧૪૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા