રાજુલાના ગોકુલનગરમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રામ જન્મોત્સવ અને રામ રાજ્યાભિષેક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.
રાજુલાના ગોકુલનગરમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે રામ જન્મોત્સવ અને રામ રાજ્યાભિષેક ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. વ્યાસપીઠ પર શાસ્ત્રી ભાગવતાચાર્ય યોગેશભાઈ ઉપાધ્યાય રામગઢ (ભુંડણી) વાળા બિરાજી કથા રસપાનથી ગોકુલનગર રામમય બન્યું હતું. મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથામાં આજે ધાર્મિક પ્રસંગોમાં ગોકુલનગરના ક્ષત્રિય બાળકો રામ જન્મ અને રામ રાજ્યાભિષેકમાં આબેહુબ વેશભુષામાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભૂમિકામાં જયપાલ નજુભાઈ વરૂ સાથે યશપાલ હરેશભાઈ ખુમાણ, હનુમાનજીની ભૂમિકામાં રાજપાલ મંગળુભાઈ ધાખડા, શુભમ જયરાજભાઈ ધાંધલ, પ્રિયાંશ અને ચિરાગ બ્રહ્મદેવ બાળકો દ્વારા રામ જન્મથી રામ રાજ્યાભિષેક મહોત્સવ ધામધૂમથી મહિલાઓ રાસ ગરબાથી જમાવટ કરી આ ભાગવત સપ્તાહની પૂર્ણ આહુતિ હનુમાન જયંતિના મહાપવિત્ર દિવસે ત્રણ સોસાયટીઓની તમામ જનતાને મહાપ્રસાદ સમુહમાં લેવા ચાંપરાજભાઈ ડોસલભાઈ વરૂ, ગોકુલનગર પ્રમુખ જયરાજભાઈ બીચ્છુભાઈ વાળા, રાજુભાઈ ખુમાણ, જયરાજભાઈ ધાધલ સહિત આયોજક બની શ્રીમદ ભાગવતજી તેમજ ભુરીયા હનુમાનજી મહારાજના મહાપ્રસાદનું ભવ્ય આયોજન રાખેલ છે.