ભાવનગર સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટી દ્વારા આયોજિત ઓગણીસમો સમૂહ-લગ્ન સમારોહ ઘોઘા રોડ પારુલ સોસાયટી ખાતે યોજાયો હતો.આ સમૂહ લગ્નોત્સવમાં ૫૫ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા, જિલ્લા પ્રમુખ વકતુંબેન મકવાણા,નીતાબેન રાઠોડ, આણંદભાઈ ડાભી, ડી.ડી ગોહિલ, મનુભાઇ ચાવડા તેમજ સમાજના અન્ય અગ્રણીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.