લીંબડી ૬ માર્ગીય હાઈવે ઉપર અકસ્માતોની હરોળ

694

લીંબડી હાઈવે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત : ૪ ને ઈજા લીંબડી નેશનલ હાઈવે ઉપરની અકસ્માતોની અવિરત રહેતી વણથંભી વણઝારમાં સવારે અમદાવાદ થી જુનાગઢ જતી કાર આગળ જતા ટ્રક પાછળ ધુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં કારમાં મુસાફર કરી રહેલા ૪ ને ગંભીર ઈજાઓ જતા લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા .અમદાવાદ – રાજકોટ નેશનલ હાઈવે ઉપરના ૬ માર્ગીય રસ્તાનું કામ છેલ્લા બે વર્ષથી ગોકળ ગતીએ ચાલી રહયુ છે . કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરીટીની ઘોર બેદરકારીના કારણે દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે . જેમા તા . ૧૦ ની સવારના ૮ – ૩૦ વાગ્યાના અરસામાં લીંબડી હાઈવેના કટારીયા ગામના બોર્ડ પાસે અમદાવાદ થી જુનાગઢ જતી કાર નંબર જીજે૧૧એસ ૪૯૭૯ આગળ જતા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ઈકબાલ ઉમરભાઈ , ચેતનભાઈ બુટાણી , વિનુભાઈ ગોપાલભાઈ , ભગુભાઈ નંદલાલભાઈને ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા . લીબડી સરકારી હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી . અકસ્માત અંગે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleખોડીયાર ઉત્સવની ગરબા, રાસ, લોક્નૃત્ય અને ભક્તિ સંગીત દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ
Next articleછોટા હાથી વાહનના કચરાની આડમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો